Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Fake cigarette sale scam busted in Ahmedabad, police set up trap

અમદાવાદમાંથી ઝડપાયું નકલી સિગારેટ વેચવાનું કૌભાંડ, પોલીસે ગોઠવ્યું છટકું

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદમાંથી ઝડપાયું નકલી સિગારેટ વેચવાનું કૌભાંડ,  પોલીસે ગોઠવ્યું છટકું
સોર્સ : gstv

અમદાવાદ શહેરમાં નકલી ઘી, ચા, મસાલા, પનીર અને સાબુ બાદ હવે ડુપ્લિકેટ સિગારેટ વેચવાના કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે. પોલીસે જુહાપુરા વિસ્તારમાંથી બાતમીના આધારે છટકું ગોઠવીને જાણીતી બ્રાન્ડની ડુપ્લિકેટ સિગારેટનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. મોતી બેકરી પાસેથી પોલીસે ત્રણ શખસો અને એક રિક્ષાચાલકને ઝડપી પાડી 12,000 ડુપ્લિકેટ સિગારેટ સ્ટિક્સ અને મોબાઈલ સહિત કુલ 1.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ડમી કસ્ટમર બનીને પોલીસે ગોઠવ્યું છટકું

બેંગલોરની અન્વેષ IPR કંપનીના આસિસ્ટન્ટ મેનેજર પ્રિન્સ સિંહની ફરિયાદ અને બાતમીના આધારે આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરમાં અડધા ભાવે નકલી સિગારેટ વેચાતી હોવાની વિગતો મળતાં ફરિયાદી અને તેમની ટીમે ડમી કસ્ટમર બનીને વેચનારાઓનો સંપર્ક કર્યો હતો. 16મી સપ્ટેમ્બરે અડધા ભાવે સિગારેટ ખરીદવાનો સોદો નક્કી કરી જુહાપુરાની મોતી બેકરી પાસે રાત્રે મળવાનું નક્કી કરાયું હતું. જે અંગેની પૂર્વ જાણ વેજલપુર/સ્થાનિક પોલીસને કરીને દરોડાનું આયોજન કરાયું હતું.બેંગલોરની અન્વેષ IPR કંપનીના આસિસ્ટન્ટ મેનેજર પ્રિન્સ સિંહની ફરિયાદ અને બાતમીના આધારે આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરમાં અડધા ભાવે નકલી સિગારેટ વેચાતી હોવાની વિગતો મળતાં ફરિયાદી અને તેમની ટીમે ડમી કસ્ટમર બનીને વેચનારાઓનો સંપર્ક કર્યો હતો. 16મી સપ્ટેમ્બરે અડધા ભાવે સિગારેટ ખરીદવાનો સોદો નક્કી કરી જુહાપુરાની મોતી બેકરી પાસે રાત્રે મળવાનું નક્કી કરાયું હતું. જે અંગેની પૂર્વ જાણ વેજલપુર/સ્થાનિક પોલીસને કરીને દરોડાનું આયોજન કરાયું હતું.

રિક્ષામાં માલ ડિલિવરી કરવા આવ્યા ને પોલીસે ઘેર્યા

જુહાપુરાની મોતી બેકરી નજીક એક ઓટોરિક્ષામાં 46 વર્ષીય ઈલ્યાસ મુસા મોદન, 32 વર્ષીય આસિફ મુસ્તુફા સૈયદ અને 33 વર્ષીય જાવીદ અહેમદ ડેરૈયા માલ પહોંચાડવા આવ્યા હતા. રિક્ષાચાલક સરફુલહક્ક શેખ સાથે આવેલા આ ઈસમોએ રિક્ષામાં રહેલું કાર્ટન બતાવતાં જ પોલીસે ચારેયને ઘેરી લીધા હતા. કાર્ટન ચેક કરતાં તેમાં સિગારેટના પેકેટો પર એક સરખો જ MFD નંબર હતો અને કંપનીનો લોગો પણ ઓરિજિનલ પ્રોડક્ટ સાથે મેચ થતો ન હોઈ સિગારેટ ડુપ્લિકેટ હોવાનું સાબિત થયું હતું.

બાપુનગરના સપ્લાયર સામે પણ ગુનો દાખલ

પોલીસે સ્થળ પરથી ડુપ્લિકેટ ગોલ્ડ ફ્લેક સિગારેટનું 1 મોટું કાર્ટન (જેમાં 24 મોટા પેકેટ, 50 નાના પેકેટ અને કુલ 12,000 સિગારેટ સ્ટિક્સ) તથા મોબાઈલ મળી કુલ 1,70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓની કડક પૂછપરછ કરતાં આ ડુપ્લિકેટ માલ ઠક્કરનગર/બાપુનગર વિસ્તારના શૈલેષ ગોરધનભાઈ પટેલ પાસેથી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે માલ સપ્લાયર શૈલેષ પટેલ સહિત તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની આકરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News