મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ/ વૃદ્ધાની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટનો કેસ ઉકેલાયો,યુવતી સહિત બે લોકોની ધરપકડ

અમદાવાદના વાડજ વિસ્તારમાં 73 વર્ષીય વૃદ્ધાની આંખમાં મરચાની ભૂકી નાંખી લૂંટનો કેસ પોલીસે ગણતરીના સમયમાં જ ઉકેલી નાખ્યો છ

અમદાવાદ/ વૃદ્ધાની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટનો કેસ ઉકેલાયો,યુવતી સહિત બે લોકોની ધરપકડ

અમદાવાદના વાડજ વિસ્તારમાં 73 વર્ષીય વૃદ્ધાની આંખમાં મરચાની ભૂકી નાંખી લૂંટનો કેસ પોલીસે ગણતરીના સમયમાં જ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ ઘટનામાં સામેલ 24 વર્ષીય યુવતી તેમજ તેના પ્રેમીની ધરપકડ કરી છે.

પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો લૂંટનો કેસ

અમદાવાદના વાડજમાં શાંતિનગર સોસાયટીમાં રહેતા 73 વર્ષીય વૃદ્ધાની આંખમાં મરચાની ભૂકી નાખીને લૂંટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના મામલે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ ચાંદલોડિયામાં રહેતા 24 વર્ષીય રાખી ખાંટ નામની યુવતી અને તેના પ્રેમી યશ ભાવસારની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે ધ્વસ્ત, અમદાવાદ-સુરત હત્યા મામલે UP-બિહારના રસ્તે

પોલીસે બન્નેની પૂછપરછ કરતા રાખી ખાંટની માતા ઘટના બની તે ઘરમાં મેડ તરીકે લાંબા સમયથી નોકરી કરતી હતી. આ ઘર વિશે તેને તમામ માહિતી હતી. રાખી ખાંટના પ્રેમલગ્ન થયા હતા જેમાં લૂંટના પ્રયાસને અજામ આપ્યો તે જ દિવસે તેણે પતિ સાથે છૂટાછેડા લીધા હતા. રાખીને યશ ભાવસાર સાથે પ્રેમસંબંધ હતો અને પતિ સાથે છૂટાછેડા બાદ પ્રેમી સાથે સારૂ જીવન જીવવા અને શોર્ટકર્ટમાં પૈસા કમાવવા માટે લૂંટનો પ્લાન ઘડ્યો હતો. આરોપી રાખી ખાંટ પોલીસ તપાસમાં બે બાળકની માતા હોવાનું પણ સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો