Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Rainfall in 72 talukas including Ahmedabad city, alert in 20 districts till September 15 after a long hiatus in Gujarat

અમદાવાદ શહેર સહિત 72 તાલુકામાં વરસાદ, ગુજરાતમાં લાંબા વિરામ બાદ 15 સપ્ટેમ્બર સુધી 20 જિલ્લામાં ઍલર્ટ

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદ શહેર સહિત 72 તાલુકામાં વરસાદ, ગુજરાતમાં લાંબા વિરામ બાદ 15 સપ્ટેમ્બર સુધી 20 જિલ્લામાં ઍલર્ટ
સોર્સ : gstv

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હળવો વરસાદી માહોલ છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 15 સપ્ટેમ્બર સુધી 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. તેવામાં શનિવારે(12 સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યાથી બપોરે 6 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં અમદાવાદ શહેર, પંચમહાલ, ડાંગ, છોટા ઉદેપુર, નર્મદા, અમરેલી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે. જાણો ક્યાં કેટલો વરસાદ થયો.

App Store

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ 

અમદાવાદ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. શહેરના પાલડી, વિશાલા, વાસણા, બલોલ નગર, રાણીપ, નવાવાડજ, અખબાર નગર, મકરબા, સરખેજ, એસજી હાઈવે સહિતના અનેક વિસ્તારમાં વરસાદ થયો.

છોટા ઉદેપુરમાં લાંબા વિરામ બાદ વરસાદ

લાંબા વિરામ બાદ છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. આજે શનિવારે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા છોટા ઉદેપુર, પાનવડ સહિત બોડેલી પંથકમાં ધીમીધારે વરસાદ થયો છે. દોઢ માસના વરસાદી વિરામથી ખેડૂતો ચિંતિત બન્યા હતા. જેમાં અંતરિયાળ વિસ્તારોના મોટાભાગના ખેડૂતો ચોમાસુ પાક પર નિર્ભર છે, ત્યારે છોટા ઉદેપુરમાં લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં હરખ છવાયો છે. અલ-નીનોની અસરથી ચોમાસું નબળું રહેવાની ખેડૂતોની ચિંતા વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસતા પાકને જીવનદાન મળવાની આશા બંધાઈ છે.

મહીસાગરના લુણાવાડામાં વરસાદી ઝાપટું

હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ છે. તેવામાં મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વરસાદી ઝાપટું પડ્યું છે. મહીસાગરમાં ધીમીધારે વરસાદ થતાં છેલ્લા એક મહિનાથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

પંચમહાલના ગોધરામાં મેઘમહેર

પંચમહાલમાં એક મહિનાના લાંબા વિરામ બાદ મેઘરાજાની રી-એન્ટ્રી થઈ છે. જેમાં ગોધરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. જો કે, અચાનક વાતાવરણમાં પલટો આવતાં ગોધરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. મેઘરાજાની રી-એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. વરસાદના આગમનથી પાકને જીવનદાન મળવાની આશા સાથે ખેડૂતોએ રાહતના શ્વાસ લીધા છે.