VIDEO: અમદાવાદના નરોડા હંસપુરા પાસેથી લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ
અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરીને નરોડા હંસપુરા વ

અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરીને નરોડા હંસપુરા વિસ્તાર પાસેથી એમડી ડ્રગ્સ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં પકડાયેલા આરોપીઓ પાસેથી અંદાજે 28 લાખ રૂપિયાની કિંમતનું 939.81 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં આ પ્રતિબંધિત નશીલો પદાર્થ મધ્યપ્રદેશના ઇમરાન પઠાણ નામના શખ્સ પાસેથી લાવવામાં આવ્યો હોવાનું ખૂલ્યું છે. ક્રાઇમબ્રાન્ચે ગુનો નોંધીને ડ્રગ્સ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને તેમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે અંગે ઊંડાણપૂર્વક વધુ તપાસ હાથ ધરી છે.




