Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Rain Forecast Gujarat: Heavy rain forecast for 4 days in the state, red alert issued in these 10 districts

Rain Forecast Gujarat : રાજ્યમાં 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી, આ 10 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

Timeછેલ્લું અપડેટ : 27 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Rain Forecast Gujarat : રાજ્યમાં 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી, આ 10 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
સોર્સ : GSTV

Rain Forecast Gujarat : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠું થતાં ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યા છે. તેવામાં હવામાન વિભાગે આગામી 31 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં સોમવારે (27 ઓક્ટોબર) રાત્રે 10 વાગ્યા સુધી રાજ્યના 10 જિલ્લામાં હવામાન વિભાગે રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. 

App Store

10 જિલ્લામાં રેડ ઍલર્ટ 
હવામાન વિભાગના Nowcast મુજબ, આજે સોમવારે રાત્રે 10 વાગ્યા સુધી સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભરૂચ, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

ગુજરાતમાં હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી, આજે 10 જિલ્લામાં રેડ ઍલર્ટ 2 - image

28 ઓક્ટોબરની આગાહી

યલો ઍલર્ટ : કચ્છ, પાટણ, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ. 

29 ઓક્ટોબરની આગાહી

ઓરેન્જ ઍલર્ટ : અમરેલી અને ભાવનગર.

યલો ઍલર્ટ :  બોટાદ, જૂનાગઢ, ગીર-સોમનાથ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ.

ગુજરાતમાં હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી, આજે 10 જિલ્લામાં રેડ ઍલર્ટ 3 - image


30 ઓક્ટોબરની આગાહી

ઓરેન્જ ઍલર્ટ :  અમરેલી અને ભાવનગર. 

યલો ઍલર્ટ : વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, બોટાદ, જૂનાગઢ, ગીર-સોમનાથ, પોરંબદર.
 
31 ઓક્ટોબરની આગાહી
ઓરેન્જ ઍલર્ટ : અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, સુરત, નવસારી.
યલો ઍલર્ટ : બોટાદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, જૂનાગઢ, પોરબંદર.