Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : VIDEO: Farmers run aground when tractor suddenly starts without driver in Ghadi village of province

VIDEO: પ્રાંતિજના ઘડી ગામે ખેતરમાં ડ્રાયવર વગર અચાનક ટ્રેકટર ચાલુ થતા ખેડૂતોમાં નાસભાગ

Timeછેલ્લું અપડેટ : 27 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઘડી ગામમાં આજે સવારે ખેતરમાં એક કુતૂહલ સર્જાયું હતું. જેમાં પ્રવિણસિંહ ડોડિયાના ખેતરમાં ડ્રાયવર વગર ટ્રેકટર અચાનક ચાલુ થઈ ગયું હતું. જેથી ટ્રેકટરના માલિક અને ખેતરમાં કામ કરી રહેલા અન્ય ખેડૂતો તેમજ શ્રમિકોમાં નાસભાગ સર્જાઈ હતી. આ 
ઉપરાંત બાજુમાંથી પસાર થતા રોડ પર જતા આવતા લોકો પણ આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. 

App Store

 ઘડી ગામમાં ખેતરમાં ડ્રાયવર વગર જ ટ્રેકટર ચાલુ થઈને ગોળગોળ ફરવા લાગ્યું હતું. આ ખેતરમાં શાકભાજી ઉગાડેલી હતી. જેથી ચાલુ ટ્રેકટરને લીધે શાકભાજીના પાકને ભારે નુકસાન થવા પામ્યું હતું. ટ્રેકટરને બંધ કરવા જતા એક ખેડૂતને ઈજા થઈ હતી. ટ્રેકટર પૂરપાટ વેગે ફરતા લોકોમાં ભયની સાથે 
કુતૂહલ પણ થયું હતું. જો કે, ઘણા સમય બાદ ભારે જહેમત બાદ ટ્રેક્ટરને કાબુ કરવામાં આવ્યું હતું. ટ્રેકટરને કાબૂમાં લેવામાં આવતા આખરે ખેતરના માલિકને શાંતિ થઈ હતી.