Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : A cliff collapsed during the work of Gora Ghat on the banks of Narmada river, 3 workers were buried and died

Narmada news : નર્મદા નદી કિનારે ગોરા ઘાટની કામગીરીમાં ભેખડ ધસી, 3 શ્રમિકોના દટાઈ જતા મોત

Timeછેલ્લું અપડેટ : 26 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Narmada news : નર્મદા નદી કિનારે ગોરા ઘાટની કામગીરીમાં ભેખડ ધસી, 3 શ્રમિકોના દટાઈ જતા મોત
સોર્સ : GSTV

Narmada news : નર્મદા નદી કિનારે ગોરા ઘાટનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન ગોરા ઘાટ ખાતે કામગીરી દરમિયાન અચાનક ભેખડ પડતાં દુર્ઘટના બની હતી. આ ઘટનામાં 3 શ્રમિકોનાં દટાઈ જતાં મોત નીપજ્યા છે. 

App Store

સમગ્ર ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને ત્રણેય મજૂરોનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ભેખડ ધસી પડવાની ઘટના મામલે ગ્રામજનોએ કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. 

નર્મદા નદી કિનારે ગોરા ઘાટના નવીનીકરણ દરમિયાન મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતાં 3 શ્રમિકો દટાયા 1 - image

મૃતકોના નામ

- રોહિત રણછોડ તડવી (ઉં.વ.45)

- દીપક ભાણાભાઈ તડવી (ઉં.વ.40)

- શૈલેષ કનુ તડવી (ઉં.વ.37)