Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Cough, throat infection cases continue to increase due to changing seasons

VIDEO: બદલાતી સિઝનના કારણે ઉધરસ, ગળાના ઈન્ફૅક્શનના કેસોમાં સતત વધારો 

Timeછેલ્લું અપડેટ : 26 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO:  ગુજરાત સહિત દેશમાં ચોમાસું પૂર્ણ થઈને હવે શિયાળાની શરૂઆત થવા જઈ રહી છે. જેથી બદલાઈ રહેલી ઋતુને લીધે ઉધરસ, શરદી અને ગળાના ઈન્ફૅક્શનના કેસો સતત વધી રહ્યા છે. આ માટે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર સિરપ લેનારા લોકોએ સાવધાન થઈ જવાની જરૂર છે. ઉધરસ માટે સિરપ લેવી તબિયત માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જેથી આવી કોઈપણ આડઅસરથી બચવા માટે આયુર્વેદિક સિરપ લેવી હિતાવહ છે.

App Store

ચોમાસું સંપૂર્ણ રીતે સમાપ્ત થઈને હવે શિયાળાનું આગમન થવાની તૈયારી થઈ રહી છે. જેથી આ બદલાઈ રહેલી સિઝનમાં સૌ પ્રથમ ઉધરસ અને ગળાના ચેપના કેસો સતત વધી રહ્યા છે. ધ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશવંત પટેલના જણાવ્યા પ્રમાણે કોઈપણ આડઅસરથી બચવા માટે આયુર્વેદિક સિરપ લેવી સારી ગણાય. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર સિરપ લેતા લોકોએ સાવચેત થવાની જરૂર છે. ઉધરસ માટેની અન્ય સિરપ લેવી હાનિકારક થઇ શકે છે. ઘણીવખત સિરપમાં ફોર્મ્યુલાથી વધુ માત્રામાં વસ્તુઓ ઉમેરાવાથી શરીરને નુકસાન થઈ શકે છે. ડાય ઈથેનોલ ગ્લીસરોનનું પ્રમાણ વધુ હોવાથી દર્દીને નશો થઇ શકે છે. જેના લીધે આવી કોઈ દર્દશામક માટે વપરાતી દવાઓથી નુકસાન થઈ શકે છે.