Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara news: Rain in Vadodara due to weather forecast, wave of concern among farmers

Vadodara news:વડોદરામાં વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું, પંચમહાલના વાતાવરણમાં પણ પલટો  

Timeછેલ્લું અપડેટ : 26 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Vadodara news:વડોદરામાં વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું, પંચમહાલના વાતાવરણમાં પણ પલટો  
સોર્સ : GSTV

Vadodara news: ગુજરાતના હવામાનમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. એક બાજુ અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની હવામાનની આગાહી છે, તો બીજી તરફ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે ગરમીથી રાહત આપી છે, પરંતુ ખેડૂતોની ચિંતા વધારી છે.

App Store

ઓખા બંદર પર સિગ્નલ 3 યથાવત, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર પર સતત બીજા દિવસે નંબર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારમાં ભારે વરસાદ અને દરિયામાં ભારે કરંટ સાથે તોફાની પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત મેરિટાઇમ બોર્ડ (GMB) દ્વારા આ સિગ્નલ તાત્કાલિક અસરથી લગાવવામાં આવ્યું છે, જે સૂચવે છે કે બંદર પરથી માલસામાનનું વહન કરતી નાની હોડીઓ અને જહાજોએ અત્યંત સાવચેત રહેવું અને શક્ય હોય તો પ્રસ્થાન ટાળવું.

માછીમારોને સ્પષ્ટ સૂચના
વહીવટી તંત્ર દ્વારા તમામ માછીમાર ભાઈઓને આગામી આદેશ ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા અને કિનારા પર જ રહેવા જણાવાયું છે. દરિયામાં ગયેલી તમામ બોટને સલામત સ્થળે લાંગરવા નિર્દેશ અપાયો છે. તંત્ર દ્વારા ઓખા બંદર સહિતના દરિયાકાંઠા પર સઘન નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે.

પંચમહાલ અને વડોદરામાં કમોસમી વરસાદ
ગુજરાતના પંચમહાલ અને વડોદરા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને કમોસમી વરસાદ જોવા મળ્યો છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં વહેલી સવારે અચાનક વાદળછાયું વાતાવરણ બન્યું હતું અને ઝરમર વરસાદ વરસ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતા ઉકળાટ અને ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી હતી. આ વરસાદને કારણે રસ્તાઓ પરની ધૂળ બેસી ગઈ હતી અને વાતાવરણ ખુશનુમા બન્યું હતું, જેણે ગ્રામ્ય વિસ્તારોમાં નવી તાજગી ભરી દીધી છે.

વડોદરામાં લાભ પાંચમની શુભ શરૂઆત ખોરવાઈ
શિયાળાની શરૂઆત સાથે જ વડોદરા શહેરમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે 'અષાઢી માહોલ' સર્જાયો હતો. સયાજીગંજ, રાવપુરા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં લાભપાંચમના દિવસે ધંધાની શરૂઆત કરતા વેપારીઓમાં ચિંતા જોવા મળી હતી. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે, કારણ કે કપાસ, ડાંગર, મગફળી અને તલ જેવા પાકો તૈયાર છે અથવા લણણીના આરે છે. વરસાદને કારણે લણાયેલા પાકને નુકસાન થવાની ભીતિ છે.

આરોગ્યવિદ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, આવી ભેજવાળી અને અચાનક ઠંડીથી તાવ, ખાંસી, શરદી અને ડેન્ગ્યૂ જેવા રોગોમાં વધારો થઈ શકે છે. હવામાન વિભાગે આગામી પહેલી નવેમ્બર સુધી મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે.

આગામી દિવસોની જિલ્લાવાર આગાહી

27 ઓક્ટોબર (યલો એલર્ટ): અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, પંચમહાલ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, અમરેલી.

28 ઓક્ટોબર (યલો એલર્ટ): પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ.