Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: More than 200 people fall victim to food poisoning in Gomta, Surendranagar

VIDEO: સુરેન્દ્રનગરના ગોમટામાં 200થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો બન્યા શિકાર

Timeછેલ્લું અપડેટ : 25 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાના ગોમટા ગામમાં 200થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા આખા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ગોમટા ગામમાં ઘરનાં વાસ્તુ પ્રસંગમાં જમણવારમાં ઠંડી છાશ પીધા બાદ સૌની તબિયત લથડી ગઈ હતી. જે અંગે સૌને લીંબડી, વઢવાણ સહિતની હોસ્પિટલમાં લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 

App Store

સુરેન્દ્રનગરના નાનકડા ગોમટા ગામમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ આરોગ્ય વિભાગની ટીમોએ ગોમટા ગામે ધામા નાખ્યા હતા. ફૂડ પોઈઝનિંગની અસર થયેલા લોકોની સારવાર માટે આરોગ્યની ટીમે કમર કસી હતી. તેમજ ફૂડ પોઈઝનિંગની તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ ગોમટા ગામે દોડી ગયા હતા. ફૂડપોઈઝનિંગના કારણે નાના બાળકો મહિલાઓ અને યુવકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ઘરનાં વાસ્તુ પ્રસંગમાં ઉપસ્થિત 200થી વધુ લોકો ફૂડ પોઇઝિંગનો ભોગ બન્યા હતા. જેથી આરોગ્ય કેન્દ્ર અને ખાનગી હોસ્પિટલમાં લોકોને સારવાર આપવામાં આવી રહી છે.