Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : Gir Somnath news: Una's boat sank in the Arabian Sea, 8 fishermen rescued

Gir Somnath news : ઊનાની બોટ અરબી સમુદ્રમાં ડૂબી, 8 માછીમારોને બચાવી લેવામાં આવ્યા

Timeછેલ્લું અપડેટ : 26 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Gir Somnath news : ઊનાની બોટ અરબી સમુદ્રમાં ડૂબી, 8 માછીમારોને બચાવી લેવામાં આવ્યા
સોર્સ : GSTV

Gir Somnath news : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. બીજીતરફ, હવામાન વિભાગે રાજ્યમાં 4 દિવસ ભારેથી અતિભારે કમોસમી વરસાદની આગાહી કરી છે. તેવામાં પંચમહાલ, છોટાઉદેપુર, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ છે. પવન સાથે વરસાદી સ્થિતિના કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશનના પગલે ગીર સોમનાથમાં દરિયો તોફાની બન્યો છે. જેમાં અરબી સમુદ્રમાં ઉનાની 'સૂરજ સલામતી' નામની બોટ ડૂબી હોવાનું સામે આવ્યું છે. 

App Store

અરબી સમુદ્રમાં ઊનાની બોટ ડૂબી, 8 માછીમારોનું રૅસ્ક્યૂ
અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયામાં તેની અસર વર્તાઈ રહી છે. જેને લઈને રાજ્યમાં પવન સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ દરમિયાન અરબી સમુદ્રમાં ઉનાના નવાબંદર ગામની બોટ ડૂબી હોવાનું સામે આવ્યું છે. દરિયામાં ભારે કરંટના કારણે મોજા અથડાતા 13 નોટિકલ માઈલ 'સૂરજ સલામતી' નામની બોટ ડૂબી છે. જેમાં 8 માછીમારોનું રેસ્ક્યુ કરીને બચાવાયા હતા. 

બીજી તરફ, ખાંભામાં પવન સાથે હળવાથી ભારે કમોસમી વરસાદ થતાં શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં વરસાદી વિઘ્ન નડ્યું હતું. ભારે પવન સાથે વરસાદના કારમે મંડપ અને ખુરશીઓ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું અને આયોજિત કાર્યક્રમની જગ્યાએ પાણી-પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે.

નવસારીના ગણદેવી પંથકમાં ધોધમાર વરસાદ
નવસારીના ગણદેવી પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં અમલસાડ, બિલીમોરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ થતાં વિઝિબિલીટી ઓછી થતાં ચાલકો પરેશાન થયા હોવાનું સામે આવ્યું છે. 

ઓખા બંદર પર સિગ્નલ 3 યથાવત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર પર સતત બીજા દિવસે નંબર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારમાં ભારે વરસાદ અને દરિયામાં ભારે કરંટ સાથે તોફાની પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત મેરિટાઇમ બોર્ડ (GMB) દ્વારા આ સિગ્નલ તાત્કાલિક અસરથી લગાવવામાં આવ્યું છે, જે સૂચવે છે કે બંદર પરથી માલસામાનનું વહન કરતી નાની હોડીઓ અને જહાજોએ અત્યંત સાવચેત રહેવું અને શક્ય હોય તો પ્રસ્થાન ટાળવું.

છોટાઉદેપુરમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત
છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ થયો છે. માવઠું થતાં ખેડૂતોના પાકને નુકસાન થયો હોવાનું સામે આવ્યું છે. કમોસમી વરસાદના કારણે ડાંગર સહિતના પાકનો પાક પલડી જતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.