Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Rain Forecast: Heavy rain forecast for Saurashtra and South Gujarat for the next 4 days, red alert issued in these 8 districts today

Rain Forecast : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ માવઠાની આગાહી, આજે આ 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

Timeછેલ્લું અપડેટ : 26 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Rain Forecast : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ માવઠાની આગાહી, આજે આ 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
સોર્સ : GSTV

Rain Forecast : અરબી સમુદ્રમાં ડિપ્રેશનની સ્થિતિના કારણે હવામાન વિભાગે 30 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના ત્રણ કલાકના Nowcast મુજબ, આજે રવિવારે (26 ઓક્ટોબર)  8 જિલ્લા જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે.

App Store

8 જિલ્લામા રેડ ઍલર્ટ 
હવામાન વિભાગના Nowcast મુજબ, આજે રવિવારે બપોરે 4 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ભાવનગર, નર્મદા જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે.

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં 4 દિવસ કમોસમી ભારે વરસાદની આગાહી, આજે 8 જિલ્લામાં રેડ ઍલર્ટ 2 - image
 
27 ઓક્ટોબરની આગાહી
આવતીકાલે સોમવારે 26 જિલ્લામાં ઓરેન્જ અને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લામાં અતિભારે અને કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

28-29 ઓક્ટોબરની આગાહી
આગામી 28-29 ઓક્ટોબરના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં 4 દિવસ કમોસમી ભારે વરસાદની આગાહી, આજે 8 જિલ્લામાં રેડ ઍલર્ટ 3 - image

30 ઓક્ટોબરની આગાહી
30 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.