Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : VIDEO: Crematorium in Kunol village of Meghraj in a dilapidated condition, villagers struggling for funeral

VIDEO: મેઘરજના કુણોલ ગામે સ્મશાનની બિસ્માર હાલત, અંતિમવિધિ માટે વલખાં મારતા ગ્રામજનો

Timeછેલ્લું અપડેટ : 27 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલા કુણોલ ગામમાં સ્મશાનની સ્થિતિ બિસ્માર છે. જેથી ગ્રામજનોને પોતાના સ્વજનોની અંતિમવિધિ માટે વલખાં મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્મશાનમાં કોઈ સુવિધા નથી. મૃતદેહની અંતિમવિધિ માટે ઉપર કોઈ છત કે સહારો નથી. જેથી ચાલુ વરસાદમાં ગામમાં કોઈનું અવસાન થાય તો ડાઘુઓને વરસાદમાં પલળતા અંતિમવિધિ કરવી પડે છે. સ્થાનિક તંત્ર પણ આ અંગે કોઈ કાર્યવાહી કરતું નથી. 

App Store

મેઘરજના કુણોલ ગામમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આવા માવઠાની સ્થિતિમાં અંતિમવિધિ કરવા ડાધુઓ મજબૂર બન્યા હતા. કુણોલ ગામનું સ્મશાન બિસ્માર હાલતમાં હોવાને લઇ ગામના લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે.  કુણોલના વચલા મુવાડા ગામની વૃદ્ધ મહિલાનું નિધન થતા ડાધુઓ સ્મશાને પહોંચ્યા હતા. પરંતુ ભરશિયાળે પણ અંતિમ વિધિ માટે વલખાં મારતા નજરે પડયા હતા. આ અંગે ગ્રામજનોએ ગ્રામપંચાયતમાં વારંવાર રજૂઆત કરવાં છતાં સ્મશાનમાં કોઈપણ પ્રકારની સુવિધા કરી નથી.