અમદાવાદ શહેરની અનેક સમસ્યાઓને પગલે હાઈકોર્ટમાં સુનાવણી, જાણો શું કહ્યું સરકાર વતી વકીલે
અમદાવાદ શહેરમાં રખડતાં ઢોર, બિસ્માર રસ્તા, ટ્રાફિક અને ગેરકાયદે બાંધકામ મામલે કોર્ટમાં સુનવણી પૂર્ણ થ

અમદાવાદ શહેરમાં રખડતાં ઢોર, બિસ્માર રસ્તા, ટ્રાફિક અને ગેરકાયદે બાંધકામ મામલે કોર્ટમાં સુનવણી પૂર્ણ થઈ છે. શહેરમાં સમસ્યાઓને મામલે સરકારના પ્રયાસની કોર્ટે નોંધ લીધી છે. આગામી દિવસોમાં વધુ કડકાઈથી કામ લેવાની સરકારે ખાતરી આપી હતી જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. સરકાર વતી વકીલ જી એચ વીર્કે કામગીરી માટે વધુ સમય માંગ્યો છે. આગામી દિવસોમાં કડક કામગીરી કરી વધુ એક રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. જેથી આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
આ પણ વાંચો : અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 33 ગુજરાતીઓની ઘરવાપસી, જાણો પરિવારજનોએ શું કહ્યું
રખડતાં ઢોર, બિસ્માર રસ્તા, ટ્રાફિક અને ગેરકાયદે બાંધકામ મામલે કોર્ટમાં સુનવણી દરમિયાન રાજ્ય સરકાર અને કોર્પોરેશન વતી 2 સોગંદનામાં રેકોર્ડ પર મુકવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં વિશ્વ કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલ્ડ પ્લે કોન્સર્ટનો મુદ્દો હાઇકોર્ટમાં ચર્ચાયો હતો. આ મામલે સ્ટેડિયમમાં આવેલા લોકો 15 મિનિટમાં નીકળી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.
તો આ મામલે હાઇકોર્ટે કહ્યું હતું કે, ‘અમને તમારી ક્ષમતા પર સવાલ જ નથી.’ સરકારી વકીલ દ્વારા છેલ્લા 1 વર્ષ અને છેલ્લા 1 મહિના દરમિયાન કરાયેલી કામગીરીના રિપોર્ટ રજુ કરવામાં આવ્યા હતા. તો ડિમોલેશનને મામલે દબાણ ઉઠાવ્યા બાદ ફરીથી થતાં દબાણ મામલે કોર્ટે સવાલ કર્યા હતા. જેમાં સરકાર વતી વકીલે ખાતરી આપતાં કહ્યું કે ટીમ સતત કાર્યરત છે. 29 જાન્યુઆરીથી લઈને આજ દિન સુધી સતત કામગીરી કરવામાં આવી રહી છે. શહેર પોલીસ અને એરફોર્સમેન્ટ ટીમ તેમાં કામગીરી કરી રહી છે.






