Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : 33 Gujaratis living illegally in America return home, know what their families said

અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 33 ગુજરાતીઓની ઘરવાપસી, જાણો પરિવારજનોએ શું કહ્યું

Timeછેલ્લું અપડેટ : 05 Feb 2025
લાઇવ ટીવીGoogle News
અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 33 ગુજરાતીઓની ઘરવાપસી, જાણો પરિવારજનોએ શું કહ્યું

અમરિકાના તાજેતરમાં જ પ્રેસિડ્ન્ટ ડોનાલ્ટ ટ્રમ્પ ચૂંટણી પહેલાં જ પોતાના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે હું આવીશ તો સૌથી પહેલા અમેરિકામાં રહેતા તમામ ગેરકાયદેસર નાગરિકોને ડિપોર્ટ કરીશ, તો આ મામલે સત્તારુઢ થયા બાદ ટ્રમ્પ સરકારે તેમને ડિપોર્ટ કરવાનું ચાલુ કરી દીધું છે જેમાં 33 ગુજરાતીઓ પણ અમેરિકાથી પોતાના વતન પાછા ફરી રહ્યા છે.

App Store

મહેસાણાના 4 વ્યક્તિઓ ડિપોર્ટ

અમેરિકાથી ગેરકાયદેસર ભારતીયોને ડિપોર્ટ કરવાને મુદ્દે મહેસાણાના વસાઈ ડાભલાના પણ 4 વ્યક્તિઓને ડિપોર્ટ કરાયાની માહિતી મળી રહી છે. આ મામલે ડિપોર્ટ કરાયેલા વ્યક્તિઓના પરિવારોએ ચુપ્પી સાધી છે. તે સૌએ જાણે કેમેરા સામે કાંઈ પણ બોલવાનો નનૈયો ભણ્યો છે. ડાભલાના ગોસ્વામી પરિવારના 4 સભ્યો હોવાની માહિતી મળી રહી છે. ગામમાં રહેતા પરિવાર હાલ આ અંગે કાંઈ પણ બોલવા તૈયાર નથી.

વડોદરાની એક યુવતી 25 દિવસ પહેલા જ ગઈ હતી અમેરિકા

ટ્રમ્પ સરકારે અમેરિકાથી 37 ગુજરાતીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે તેમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની ઘટના સામે આવી રહી છે. જેમાં પાદરા તાલુકાના લુણા ગામની ખુશ્બુ પટેલને પણ પરત મોકલાઇ છે. ખુશ્બુ આજે અમૃતસર એરપોર્ટ પર આવી પહોંચશે. આ સાથે ખુશ્બુ સહિત 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. 25 દિવસ પહેલા જ ખુશ્બુ અમેરિકા ગઈ હોવાની પરિવારે કબુલાત કરી છે. ખુશ્બુ  ત્યાં રિલીફ કેમ્પમાં રહેતી હતી જેના એક વર્ષ પહેલાં જ અમદાવાદમાં કલોલના પાર્થ સાથે લગ્ન થયા હતા.

આ પણ વાંચો : USથી ડિપોર્ટ થયેલા ભારતીયો અંગે નીતિન પટેલનું મોટું નિવેદન, જુઓ શું કહ્યું

પાટણમાં ગામડે રહેતા માં-બાપના દિકરાઓ પણ ડિપોર્ટ

પાટણ નજીક એક ગામના પરિવારને પણ ડિપોર્ટ કરવામાં આવ્યા છે. જેમાં પાટણ નજીક મણુંદ ગામમાં બાબુ ભાઈ અને હીરાબેન પટેલ ગામમાં રહે છે જ્યારે તેમના બે દીકરા રાકેશ અને કેતુલ સુરત રહેતા હતા. માતા પિતા ગામડે રહેતા ત્યારે એક દીકરો કેતુલ 5 મહિના પહેલા અમેરિકા ગયો હતો. છેલ્લ ૨૫ વર્ષથી સુરત રહ્યા ત્યારે હીરા બજારમાં મંદી આવતા મકાન વેચીને એજન્ટ મારતફે અમેરિકા ગયા હતા.

મહેસાણાની યુવતી કહ્યા વિના જતી રહી હતી અમેરિકા

અમેરિકાથી ભારતીયોને ભારત ડીપોર્ટ કરવાને મુદ્દે વિજાપુરની યુવતી પણ યુરોપ ગઈ હતી. પટેલ નિકિતા મહેસાણા જિલ્લામાં ડાભલાના ચંદ્રનગરની કનુભાઈ નામની યુવતી યુરોપ ગઈ હતી. યુરોપ ફરવા ગયેલી યુવતી અમેરિકા ગઈ તેની પરિવારને પણ માહિતી નહોતી. અમેરિકાથી ડીપોર્ટ થવાના સમાચાર જોતા પરિવારને જાણ થઈ હતી. દીકરી સુખ શાંતિથી પરત આવી જાય તેવી પરિવારજનોએ આશા વ્યક્ત કરી હતી. તેમજ ટ્રમ્પનો નિર્યણ ખોટો હોવાનું યુવતીના પિતાએ લાગણી વ્યક્ત કરી હતી. યુવાનો મોટા સપના જોઈ અમેરિકા જતા હોય છે જ્યારે અમેરિકા જતા યુવાનોના સપના તૂટી રહ્યા છે.