Gujarat Election: રાજ્યમાં લોકસભા બેઠકો પર ભાજપનો દબદબો યથાવત
લોકસભા ચૂંટણી 2024માં ગુજરાતની 25 બેઠક પર મતગણતરી ચાલી રહી છે જેમાં 24 બેઠક પર ભાજપ અને એક બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે.

લોકસભા ચૂંટણી 2024માં ગુજરાતની 25 બેઠક પર મતગણતરી ચાલી રહી છે જેમાં 24 બેઠક પર ભાજપ અને એક બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ પાટણ બેઠક પર આગળ ચાલી રહ્યું છે.
ગુજરાતમાં ગાંધીનગરથી અમિત શાહને 5 લાખ વોટની સરસાઈ
ગુજરાતની મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારો મોટી સરસાઈથી આગળ ચાલી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી પાંચ લાખથી વધુની સરસાઈથી આગળ ચાલી રહ્યા છે. તો રાજકોટથી પરશોત્તમ રૂપાલા 2 લાખ 72 હજાર મતથી આગળ છે. વડોદરા બેઠક પર હેમાંગ જોશી 2 લાખ 57 હજાર મતથી આગળ, અમદાવાદ પશ્ચિમ બેઠક પર દિનેશભાઈ મકવાણા 2 લાખ 45 હજાર મતથી આગળ, પોરબંદરથી મનસુખ માંડવીયા 2 લાખ 38 હજાર મતથી આગળ, પંચમહાલથી જશુ રાઠવા 2 લાખ 81 હજાર મતથી આગળ
| Constituency | Candidate | Status | ||
| અમદાવાદ પશ્ચિમ (SC) | દિનેશભાઈ મકવાણા | BJP | LEADING | |
| અમદાવાદ પૂર્વ | હસમુખ પટેલ | BJP | LEADING | |
| અમરેલી | ભરત સુતરિયા | BJP | LEADING | |
| આણંદ | મિતેશ પટેલ | BJP | LEADING | |
| કચ્છ (SC) | વિનોદ ચાવડા | BJP | LEADING | |
| ખેડા | દેવુસિંહ ચૌહાણ | BJP | LEADING | |
| ગાંધીનગર | અમિત શાહ | BJP | LEADING | |
| જામનગર | પૂનમબેન માડમ | BJP | LEADING | |
| જૂનાગઢ | રાજેશ ચુડાસમા | BJP | LEADING | |
| દાહોદ (ST) | જસવંતસિંહ ભાભોર | BJP | LEADING | |
| નવસારી | સી.આર. પાટીલ | BJP | LEADING | |
| પાટણ | ચંદનજી ઠાકોર | INC | LEADING | |
| પોરબંદર | મનસુખ માંડવિયા | BJP | LEADING | |
| બનાસકાંઠા | રેખાબેન ચૌધરી | BJP | LEADING | |
| ભરૂચ | મનસુખભાઈ વસાવા | BJP | LEADING | |
| ભાવનગર | નિમુબેન બાંભણિયા | BJP | LEADING | |
| મહેસાણા | હરિભાઈ પટેલ | BJP | LEADING | |
| રાજકોટ | પરશોત્તમ રૂપાલા | BJP | LEADING | |
| વડોદરા | હેમાંગ જોશી | BJP | LEADING | |
| વલસાડ | ધવલ પટેલ | BJP | LEADING | |
| સાબરકાંઠા | શોભનાબેન બારૈયા | BJP | LEADING | |
| સુરત | મુકેશ દલાલ | BJP | WON | |
| સુરેન્દ્રનગર | ચંદુભાઈ શિહોરા | BJP | LEADING | |
- રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલા 15 હજાર મતોથી આગળ
- બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર
- ભરૂચ બેઠક પર આપના ચૈતર વસાવા આગળ
- અમરેલીમાં જેની ઠુમ્મર આગળ
- દાહોદમાં ભાજપના ઉમેદવાર જસવંત ભાભોર આગળ
- પ્રાથમિક તબક્કામાં વલસાડમાં ભાજપના ધવલ પટેલ આગળ
- વલસાડમાં કોગ્રેસના અનંત પટેલને 14567 મતથી ભાજપના ધવલ પટેલ આગળ
- પાટણ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભી 1498 મતથી આગળ
- નવસારી લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર સી.આર.પાટીલ 21223 મતથી આગળ
- દીવ – દમણમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ 5200 મતથી આગળ
- પંચમહાલ બેઠક પરથી ભાજપ ઉમેદવાર રાજપાલસિંહ જાધવ આગળ
- નવસારીથી સીઆર પાટીલ 10 હજાર મતોથી આગળ
- પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા આગળ
- દાદરાનગર હવેલીમાં ભાજપના કલાબેન ડેલકર આગળ
- અમદાવાદ પૂર્વ બેઠક પર હસમુખ પટેલ આગળ
નવસારીથી કોંગ્રેસના ઉમેદવાર હાર સ્વીકારી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવસારીથી કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ સી.આર પાટીલ સામે હાર સ્વીકારી, ભરુચથી સાત રાઉન્ડ બાદ મનસુખ વસાવા 62 હજાર મતથી આગળ, પોરબંદર મનસુખ માંડવિયા 88,562 મતથી આગળ, કચ્છથી વિનોદ ચાવડા અને છોટા ઉદેપુરથી જશુ રાઠવા આગળ
25 બેઠકો પર ભાજપ આગળ, કોંગ્રેસની શું હાલત?
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી ભાજપ 21 બેઠકો પર આગળ છે. જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ 4 બેઠકો પર આગળ છે. તમને જણાવી દઈએ કે ગુજરાતની સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ પહેલા જ બિનહરીફ ચૂંટાઈ ચુક્યા છે.
ગુજરાતની 25 બેઠકો પર 266 ઉમેદવારના ભાવીનો આજે ફેંસલો
ગુજરાતની 26માંથી 25 બેઠકોના પરિણામ આજે જાહેર થશે. કુલ 266 ઉમેદવારોના ભાવીનો ફેંસલો થશે. ઉલ્લેખનીય છે કે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ છે. જુનાગઢમાં કુલ 135 જ્યારે નવસારીમાં કુલ 153 રાઉન્ડમાં મતગણતરી થશે. પહેલા પોસ્ટલ બેલેટની મતગણતરી હાથ ધરાશે
આ નેતાઓના ભાવિનો થશે નિર્ણય
અમિત શાહ, ભાજપ (ગાંધીનગર)
સીઆર પાટિલ, ભાજપ (નવસારી)
પરશોત્તમ રૂપાલા, ભાજપ (રાજકોટ)
મનસુખ માંડવિયા, ભાજપ (પોરબંદર)
પરેશ ધાનાણી, કોંગ્રેસ (રાજકોટ)
ગેનીબેન ઠાકોર, કોંગ્રેસ (બનાસકાંઠા)
અમિત ચાવડા, કોંગ્રેસ (આણંદ)
અનંત પટેલ, કોંગ્રેસ (વલસાડ)
ચૈતર વસાવા, આપ (ભરૂચ)
ક્ષત્રિયોનો વિરોધ ભાજપને નુકસાન કરશે?
ચોથી જૂન 2024ની સૌ-કોઇ ભારતવાસીઓ લોકસભાની ચૂંટણી 2024ના પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે એક્ઝિટ પોલના આંકડા ભાજપ તરફી પરિણામો આપી રહ્યા છે. ભાજપ-એનડીએને 350થી વધારે બેઠકો મળે તેવા તારણો નીકળી રહ્યા છે. આ દરમિયાન ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો ભાજપને મળે તેવા પણ તારણો છે. જો કે ચૂંટણી પહેલા ક્ષત્રિયોમાં જે રીતે વિરોધ હતો તે જોતા ભાજપને ગુજરાતમાં ચાર બેઠકો પર નુકસાન થવાનો અંદાજ હતો, પરંતુ એક્ઝિટ પોલમાં ભાજપને ગુજરાતમાં ક્લિન સ્વિપ મળી રહી છે. મેટ્રિઝના સરવેમાં ગુજરાતમાં ભાજપને બે બેઠકના નુક્સાનનો દાવો કરાયો છે. આમ છતાં રાજકીય નિષ્ણાતોનું અનુમાન છે કે, ક્ષત્રિયોના વિરોધથી ભાજપને ગુજરાતમાં કોઈ નુકસાન થઈ રહ્યું નથી.
આ વખતે ગુજરાતની જનતા ભાજપને પરચો દેખાડશે
આપ નેતા ઈસુદાન ગઢવીએ આશા વ્યક્ત કરીકે, ઈન્ડિયા ગઠબંધન સારુ પ્રદર્શન કરશે. આપ-કોંગ્રેસ ભરૂચ- સુરેન્દ્રનગર બેઠક જીતશે તેમાં શંકાને સ્થાન નથી. આમ, એકિઝટ પોલ અને સટ્ટાબજારે તો ગુજરાતમાં ભાજપ હેટ્રીક કરશે તેવા અનુમાન વ્યક્ત કર્યા છે પણ કોંગ્રેસને વિશ્વાસ છેકે, આ વખતે ગુજરાતમાં ખાતુ ખૂલશે.
















