Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat Cyber Terrorism Case NIA conducts simultaneous raid in 5 state including Gujarat

ગુજરાત સાઇબર ટેરરિઝમ કેસમાં NIAનો સપાટો, ગુજરાત સહિત 5 રાજ્યોમાં દરોડા

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
ગુજરાત સાઇબર ટેરરિઝમ કેસમાં NIAનો સપાટો, ગુજરાત સહિત 5 રાજ્યોમાં દરોડા
સોર્સ : AI

ગુજરાત સાઇબર ટેરરિઝમ કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. NIAની ટીમે મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, બિહાર અને દિલ્હીમાં કુલ પાંચ સ્થળોએ દરોડા પાડ્યા છે. ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદમાં પણ NIAની ટીમે દરોડો પાડ્યો હતો.

App Store

શંકાસ્પદોના ઠેકાણાઓ પર દરોડા

તપાસમાં સામે આવ્યું છે કે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન સરકારી સંસ્થાઓની 54 વેબસાઇટ્સ પર DDoS હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા દ્વારા દેશની સાર્વભૌમત્વ અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની આશંકા છે. NIAએ હેકિંગ માટે ટેકનિકલ સપોર્ટ અને જરૂરી સ્કિલ પૂરી પાડનારા શંકાસ્પદોના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન ત્રણ લેપટોપ, પાંચ મોબાઈલ ફોન, ડિજિટલ સાધનો અને વાંધાજનક દસ્તાવેજો સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

આ કેસમાં અગાઉ બે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. હવે NIA દ્વારા જપ્ત કરાયેલા ડિજિટલ સાધનો અને દસ્તાવેજોની તપાસ કરીને અન્ય સંડોવાયેલા લોકો અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. કેસમાં વધુ તપાસ ચાલુ છે.