Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Decision taken due to water cut, leakage repair in these areas of West Ahmedabad tomorrow evening

આવતીકાલે સાંજે પશ્ચિમ અમદાવાદના આ વિસ્તારોમાં પાણીકાપ, લીકેજના સમારકામને કારણે લેવાયો નિર્ણય

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
આવતીકાલે સાંજે પશ્ચિમ અમદાવાદના આ વિસ્તારોમાં પાણીકાપ, લીકેજના સમારકામને કારણે લેવાયો નિર્ણય
સોર્સ : AI

અમદાવાદના પશ્ચિમ ઝોનના કેટલાક વિસ્તારોમાં પાણીની મુખ્ય લાઈનમાં થયેલા લીકેજના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી પાણી પુરવઠાને અસર થશે.

App Store

મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા કોતરપુર વોટર વર્ક્સથી પશ્ચિમ ઝોનના સાબરમતી, નવા વાડજ, નારણપુરા, સ્ટેડિયમ, નવરંગપુરા, પાલડી અને વાસણા વોર્ડના વિવિધ વિસ્તારોમાં આવેલા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોને પાણી પુરવઠો પૂરો પાડતી 1600 મીમી વ્યાસની વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઈનમાં સાબરમતી ખાતે જે.પી.ની ચાલી પાસે લીકેજ થયું છે. જેથી તા.18 ઓગસ્ટ, 2026ના રોજ તેના સમારકામની કામગીરી કરવામાં આવશે. આ કામગીરીને કારણે કોતરપુર વેસ્ટર્ન ટ્રંક મેઈન પર આધારિત વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોમાંથી તા. 18 ઓગસ્ટના રોજ સાંજનો પાણી પુરવઠો આપી શકાશે નહીં, તેમજ તા. 19 ઓગસ્ટના રોજ સવાર અને સાંજનો પાણી પુરવઠો પાણીના ઉપલબ્ધ જથ્થા અનુસાર આપવામાં આવશે.