VIDEO: આજથી શરૂ થશે BCG ચૂંટણીની મત ગણતરી, 12 વકીલોને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની શૉ કોઝ નોટિસ
અમદાવાદમાં 6 માર્ચ, 2026ના રોજ ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ હોલ ખાતે બાર કાઉન્સિલ ઑફ ગુજરાતની ચૂંટણી યોજાઈ હતી.બાર કાઉન્સિલિંગ ઓફ ગુજરાત ચૂંટણીની આજે મત ગણતરી શરૂ થશે. ગુજરાત હાઇકોર્ટ ખાતે આવેલા ઓડિટોરિયમમાં મતગણતરી થશે, ગુજરાતની 23 સભ્યોની નવી બોડી માટે આ ચૂંટણી યોજાઈ હતી.રાજ્યના 76 હજારથી વધુ વકીલોએ મતદાન કર્યું હતું. 23 બેઠકો માટે 99 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા.23માંથી 5 બેઠકો મહિલા ઉમેદવાર માટે અનામત હતી.
મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી નિયમો મુજબ બેલેટ બોક્સ ઉમેદવારો અને તેમના એજન્ટોની હાજરીમાં સીલ કરવામાં આવ્યા હતા. ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ તમામ બેલેટ બોક્સને નિયમ મુજબ ટ્રકમાં મૂકી ગુજરાત હાઇકોર્ટ ઑડિટોરિયમ ખાતે લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જોકે આ દરમિયાન કેટલાક ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો અને ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ થયો હોવાનું દસ્તાવેજોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટ્રકમાં રાખવામાં આવેલી ચૂંટણી સામગ્રીને સળગાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે 07 દિવસમાં BCIને જવાબ આપવો પડશે
હંગામો કરવાના આક્ષેપ હેઠળના ઉમેદવારો
બાર કાઉન્સિલ ઑફ ગુજરાતની ચૂંટણી બાદ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા પછી કેટલાક ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા હંગામો કરવામાં આવ્યો હોવાનો રિટર્નિંગ ઑફિસરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. દસ્તાવેજમાં જણાવ્યા મુજબ 12 ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા ગડબડ અને હોબાળો કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અન્સારી આફતાભુસેન અલ્તાફુસેન – ઉમેદવાર નં. 2
વાઘેલા પરેશકુમાર હીરાભાઈ – ઉમેદવાર નં. 93
પઠાણ મહંમદજુબેર અબ્દુલમજીદખાન – ઉમેદવાર નં. 70
પટેલ કનુભાઈ સોમાભાઈ – ઉમેદવાર નં. 66
પઠાણ ઝફરખાન શફીખાન – ઉમેદવાર નં. 72
વણિયા અરવિંદકુમાર ખેતાાભાઈ – ઉમેદવાર નં. 95
ભરવાડ અનિલ રમણભાઈ – ઉમેદવાર નં. 07
પરમાર રમેશભાઈ મનાભાઈ – ઉમેદવાર નં. 58
ચૌહાણ દક્ષા રમકુમાર – ઉમેદવાર નં. 16
પારીખ મનીષા બાલદેવભાઈ – ઉમેદવાર નં. 55
મકવાણા ગૌતમ શંકરલાલ – ઉમેદવાર નં. 45
મધુ નરેન્દ્રકુમાર રણમલજી – ઉમેદવાર નં. 44

