Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad News: Inter Club Antakshari of Rotary International District 3055 was held, singer Arvind Vegda was also present.

Ahmedabad News: રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3055ની ઇન્ટર ક્લબ અંતાક્ષરી યોજાઈ, સિંગર અરવિંદ વેગડા પણ રહ્યા હાજર

Timeછેલ્લું અપડેટ : 25 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad News: રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3055ની ઇન્ટર ક્લબ અંતાક્ષરી યોજાઈ, સિંગર અરવિંદ વેગડા પણ રહ્યા હાજર
સોર્સ : gstv

અમદાવાદ શહેરમાં રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3055ની ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું આયોજન કરાયું હતુ. જેમાં ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટી દ્વારા સમગ્ર રોટરી ડિસ્ટ્રિક્ટ 3055ની બધી જ કલમોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. દરમિયાન કુલ 15 ટીમો આ અંતાક્ષરી મહોત્સવમાં જોડાઈ હતી. 

App Store

સિંગર અરવિંદ વેગડા દ્વારા કાર્યક્રમની શરૂઆત

ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન નિગમ ચૌધરી તથા પાસ્ટ ડિસટીક ગવર્નર, ઇનકમિંગ ડિસટીક ગવર્નર, આસિસ્ટન્ટ ગવર્નર તથા અન્ય ક્લબના પ્રેસિડેન્ટ સેક્રેટરી અને સભ્યો ઉત્સાહભેર આ અંતાક્ષરી મહોત્સવમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં સેલિબ્રિટી ગેસ્ટ ગુજરાતના જાણીતા ભાઈ-ભાઈ ફેમ સિંગર અરવિંદ વેગડા દ્વારા સરસ મજાની શરૂઆત કરવામાં આવી હતી.

રોટરી ક્લબ ઓફ અમદાવાદ એરપોર્ટ વિજેતા રહી

ત્રણ શરૂઆતના અંતાક્ષરીના સ્પર્ધાત્મક તબક્કા પછી ફાઇનલમાં પાંચ ટીમોમાંથી રોટરી ક્લબ ઓફ અમદાવાદ એરપોર્ટ વિજેતા બની સાથે સાથે હોસ્ટ ક્લબ રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટી ફર્સ્ટ રનર અપ રહી. તેમજ રોટરી ક્લબ ઓફ સુપ્રીમ સેકન્ડ રનર  અપ રહ્યા.

આ સંપૂર્ણ આયોજન માટે રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજિસ્ટ્રીની સમગ્ર ટીમ પ્રમુખ ગુણવંત ઢોલરીયા સેક્રેટરી પ્રદીપ તિવારી સાથે સમગ્ર બોર્ડ મેમ્બર મળીને આ ડિસ્ટ્રિક્ટ અંતાક્ષરી પ્રોગ્રામ ખુબ સરસ સફળ બનાવ્યો હતો. રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટીના પાસ્ટ પ્રેસિડેન્ટ દેવેન્દ્ર મહેતાએ આ અંતાક્ષરી મહોત્સવના પ્રોજેક્ટની જવાબદારી લઈ તેને સફળ બનાવવામાં જોડાયેલ લોકોનો ખુબ ખુબ ધન્યવાદ કર્યો હતો.

જાણીતી સિંગર નિકિતા શાહ દ્વારા કાર્યક્રમનું સંચાલન

ગુજરાતની જાણીતી સિંગર નિકિતા શાહ દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. ઓડિયન્સમાં બેઠેલ વ્યક્તિઓને પણ પ્રાઈઝથી નવાજવામાં આવ્યા હતા. રોટરી ઇન્ટરનેશનલ સંસ્થા સેવાકીય પ્રવૃત્તિ સાથે સાથે આવા કાર્યક્રમો યોજીને સભ્યોને એકબીજા સાથે જોડી મનગમતી પ્રવૃત્તિ કરાવતી હોય છે. રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટી દ્વારા તમામ શુભેચ્છકો અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મદદરૂપ સ્પોન્સરનો ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો છે.