Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad-Gandhinagar Metro Phase-2B gets green signal from the Centre

Ahmedabad- Gandhinagar મેટ્રો ફેઝ-2Bને કેન્દ્રની લીલીઝંડી: ₹1067 કરોડના ખર્ચે મેટ્રો લાઇનનું થશે વિસ્તરણ

Timeછેલ્લું અપડેટ : 24 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad- Gandhinagar મેટ્રો ફેઝ-2Bને કેન્દ્રની લીલીઝંડી: ₹1067 કરોડના ખર્ચે મેટ્રો લાઇનનું થશે વિસ્તરણ
સોર્સ : GSTV

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેની જાણકારી આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કેબિનેટે 12,236 કરોડની વિકાસ પરિયોજનાઓને મંજૂરી આપી છે. 

App Store

જેમાં અમદાવાદ મેટ્રોનો વિસ્તાર કરવાનો પણ મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. જેની જાહેરાત કરતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે કે ગુજરાતના અમદાવાદમાં મેટ્રો નેટવર્ક વિસ્તારવામાં આવશે. આ ફેઝ 2B નેટવર્ક હવે ગિફ્ટ સિટીથી IIT ગાંધીનગરના શાહપુર સુધીનું હશે. જેના અંદાજિત કિલોમીટર 3.3 કિમી છે. જેનો અંદાજિત ખર્ચ 1067 કરોડ થશે, ચાર વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. આ વિસ્તાર થવાથી લાખો મુસાફરોને ફાયદો થશે. 

પ્રોજેક્ટની મુખ્ય ખાસિયતો:

નવો રૂટ: આ નવી મેટ્રો લાઇન 3.3 કિમી લાંબી હશે.

નવા સ્ટેશનો: આ રૂટ પર 3 નવા એલિવેટેડ સ્ટેશનો બનાવવામાં આવશે:

અંદાજિત ખર્ચ: 1067 કરોડ

• ગિફ્ટ સિટી હાઉસ (GIFT City House)

• ગુજરાત બાયોટૅક્નોલૉજી યુનિવર્સિટી (Gujarat Biotechnology University)

• શાહપુર (જે IIT ગાંધીનગરની નજીક છે)

સમયમર્યાદા: આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે 4 વર્ષનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

કુલ લંબાઈ: આ લાઇન કાર્યરત થતાંની સાથે જ અમદાવાદ અને ગાંધીનગરનું કુલ મેટ્રો નેટવર્ક 71 કિમીથી વધુ લાંબુ થઈ જશે.