Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Dhruv Joshi's book "Dressing the Invisible" launched

Ahmedabad News: AMAમાં "ડ્રેસિંગ ધ ઇનવિઝીબલ" પુસ્તકનું વિમોચન, પુરુષના પહેરવેશને આપી નવી ઓળખ

Timeછેલ્લું અપડેટ : 23 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad News: AMAમાં "ડ્રેસિંગ ધ ઇનવિઝીબલ" પુસ્તકનું વિમોચન, પુરુષના પહેરવેશને આપી નવી ઓળખ
સોર્સ : GSTV

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે 23 વર્ષીય ફેશન ડિઝાઈનર ધ્રુવી જોશીના પ્રથમ પુસ્તક "ડ્રેસિંગ ધ ઇનવિઝીબલ"નું વિમોચન થયું હતું. આ પુસ્તક પુરુષોના પહેરવેશની ભાવનાત્મક ભાષા પરથી પડદો ઉઠાવે છે. સ્ટીવ જોબ્સની સાદગીથી લઇને રાજસી ઠાઠમાઠ સુધી કપડાં એ માત્ર કપડાં જ નહીં એક કવચ છે, પોતાના વ્યક્તિત્વની ઓળખ છે. આ માત્ર ફેશન પર લખાયેલું પુસ્તક નથી, પુરુષત્વના એક નવા યુગનું મેન્યુઅલ છે. પુરુષના વ્યક્તિત્વને એક નવી વ્યાખ્યા આપતા આ પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં ડો. સુભાષભાઈ બ્રહ્મભટ્ટ અને સપના વ્યાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.

App Store

પુસ્તક વિમોચનમાં હાજર રહેલા સપના વ્યાસે જણાવ્યું કે, પુરુષના વ્યક્તિત્વ અને પુરુષોની છુપાયેલી ઓળખને ઉજાગર કરતું આ પુસ્તક ખુબ જ અદભુત છે.અત્યાર સુધી કોઈપણ લેખકોએ ફેશનના ટ્રેન્ડમાં પણ પુરુષોના પહેરવેશ અને તેમની ઓળખના આત્મવિશ્વાસમાં ડ્રેસિંગનું શુ મહત્ત્વ છુપાયેલું છે, તે વિશે લખ્યું નથી, ત્યારે ધ્રુવી જોશી દ્વારા લખાયેલ આ પુસ્તક આ બધાથી કંઈક અલગ જ છે.

ડો. સુભાષ બ્રહ્મભટ્ટે પુસ્તક વિશે જણાવ્યું કે, વર્ષોથી ચાલી રહેલા પુરુષોના પહેરવેશને ધ્રુવી જોશીના આ પુસ્તકે નવી જ ઓળખ આપી છે. "ડ્રેસિંગ ધ ઇનવિઝીબલ" પુસ્તક વર્ષો જૂની પહેરવેશની સાદગીથી આજના આધુનિક યુગના પુરુષના પહેરવેશની પરંપરાનું સુંદર મિશ્રણ છે.યુવા લેખિકાના રૂપમાં ધ્રુવી જોશીએ આ પુસ્તક દ્વારા પુરુષના વોર્ડરોબને એક આત્મવિશ્વાસ, એક ચોક્કસ ઓળખ આપનારો અને દરેક પ્રકારની લાગણીઓ સભર દેખાડવાનો સુંદર પ્રયાસ કર્યો છે.

તેમણે હળવાશભરી સ્ટાઇલમાં કહ્યું કે, મહિલાપ્રધાન સમાજમાં મહિલા દ્વારા પુરુષના ડ્રેસિંગની છુપાયેલી આગવી ઓળખ, લાગણીઓ અને આત્મવિશ્વાસથી ભરપૂર વ્યક્તિત્વને આવરી લેતું પુસ્તક લખીને સમાજમાં નવો ચીલો પાથર્યો છે, જે ખુબજ સુંદર બાબત છે.