Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : District Panchayat without water

Ahmedabad: પાણી વગરની જિલ્લા પંચાયત! મોટર બગડી જતાં કચેરીમાં પાણી પુરવઠો ઠપ્પ

Timeછેલ્લું અપડેટ : 23 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad: પાણી વગરની જિલ્લા પંચાયત! મોટર બગડી જતાં કચેરીમાં પાણી પુરવઠો ઠપ્પ
સોર્સ : GSTV

 હેવાય છે કે 'દીવા તળે અંધારું', આ કહેવત અત્યારે અમદાવાદ જિલ્લા પંચાયત પર બરાબર ફિટ બેસે છે. લાલ દરવાજા સ્થિત જિલ્લા પંચાયતની કચેરીમાં છેલ્લા કેટલાક સમયથી પાણીના બોરની મોટર બગડી જતાં ભારે હાલાકી ઉભી થઈ છે. નવાઈની વાત એ છે કે, જે પંચાયત આખા જિલ્લાની ગ્રામ પંચાયતોને પાણીની મોટરો સપ્લાય કરે છે, તેની પાસે પોતાની ઓફિસ માટે એક સ્પેર મોટર પણ નથી!

App Store

ચેરમેન અને પ્રમુખની કેબિનમાં 'કાગળના કપ'માં ચા!

પાણીના અભાવે કચેરીની હાલત એવી કફોડી થઈ છે કે ઉચ્ચ પદાધિકારીઓની મર્યાદા પણ જળવાતી નથી. સામાન્ય રીતે મહેમાનોને કાચના કે સિરામિકના કપમાં ચા પીરસવામાં આવતી હોય છે, પરંતુ પાણી ન હોવાથી વાસણો ધોવાની સુવિધા નથી. પરિણામે, કારોબારી ચેરમેન અને પ્રમુખની કેબિનમાં અત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિક કે કાગળના કપમાં ચા પીરસાઈ રહી છે.

સ્પેર મોટર પણ નથી: અધિકારીઓની લાચારી કે બેદરકારી?

જ્યારે કારોબારી ચેરમેને આ ગંભીર મુદ્દે અધિકારીઓનો ઉધડો લીધો, ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, અત્યારે કચેરી પાસે કોઈ એક્સ્ટ્રા મોટર ઉપલબ્ધ નથી. આ સાંભળીને ચેરમેન લાલચોળ થઈ ગયા હતા.

ચેરમેને અધિકારીઓને ખખડાવતા કહ્યું હતું કે, "આપણે આખા જિલ્લાની ગ્રામ પંચાયતોને પાણીની ઇલેક્ટ્રિક મોટરો પૂરી પાડીએ છીએ, અને આપણી જ ઓફિસમાં મોટર બળી જાય ત્યારે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી? આ કેવો વહીવટ?"