Video: રાષ્ટ્ર માતા'ની માંગ સાથે અડાલજમાં યોજાશે ભવ્ય ગૌ-સંમેલન, ૩૦૦ સંતો આપશે હાજરી

સોર્સ: gstv

ગૌમાતાને 'રાષ્ટ્ર માતા'નો દરજ્જો અપાવવા તેમજ દેશભરમાંથી ગૌહત્યા સંપૂર્ણપણે નાબૂદ કરવાના ઉદ્દેશ્ય સાથે આગામી ૨૭ નવેમ્બરનાં રોજ ગાંધીનગરના અડાલજ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે...આ અભિયાનનો મુખ્ય હેતુ ગૌમાતાને સેવા, સુરક્ષા અને સન્માનનો અધિકાર અપાવવાનો છે. આ કાર્યક્રમ થકી ગૌભક્તો સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માંગણીઓ મૂકવામાં આવશે—જેમાં ગૌમાતાને રાષ્ટ્ર માતા, રાષ્ટ્રીય દેવી, રાષ્ટ્રીય આરાધ્યા, રાષ્ટ્રીય ધરોહર અને રાષ્ટ્રીય આધારનો દરજ્જો આપવો, ગૌ સંવર્ધન માટે યોગ્ય સંશોધન અને અનુદાન ફાળવવું તેમજ સમગ્ર ભારતમાંથી ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો સમાવેશ થાય છે.

​આ ભવ્ય સમારોહમાં હરિદ્વારના પૂજ્ય સ્વામી અમૃતાનંદજી, પાટણના પૂજ્ય સ્વામી મુકુંદપ્રકાશજી, અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત પૂજ્ય જગતગુરુ શ્રી દિલીપદેવાચાર્યજી અને કથાકાર પૂજ્ય શ્રી રામેશ્વરબાપુ હરિયાણી સહિત ૩૦૦ જેટલા સાધુ-સંતો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે, અને અંદાજે એક લાખ જેટલા ગૌભક્તો આ કાર્યક્રમમાં ઉમટી પડશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત