Video: કઠુઆમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીકથી 'PIA' લખેલો શંકાસ્પદ પાકિસ્તાની ફુગ્ગો મળતા પોલીસે તપાસ હાથ ધરી

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક એક શંકાસ્પદ પાકિસ્તાની ફુગ્ગો મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ફુગ્ગા પર પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ એટલે કે PIA નું માર્કિંગ જોવા મળ્યું છે. સ્થાનિક લોકોને આ શંકાસ્પદ ફુગ્ગો નજરે પડતા જ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે સ્થળ પર પહોંચી ફુગ્ગાને પોતાના કબજામાં લીધો છે. સરહદ પારથી આ ફુગ્ગો કેવી રીતે આવ્યો અને તેની પાછળ કોઈ ષડયંત્ર છે કે કેમ તે દિશામાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
જાહેરાત











