Video: બારામતીના ગોવિંદ બાગમાં AI ટેકનોલોજીનો ચમત્કાર, શરદ પવારે શેરડીના વિક્રમી પાકનું નિરીક્ષણ કર્યું

મહારાષ્ટ્રના બારામતી ખાતે આવેલા ગોવિંદ બાગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની મદદથી કરાયેલી શેરડીની ખેતીએ નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. પૂર્વ કૃષિ મંત્રી શરદ પવારે ખુદ ખેતરમાં પહોંચીને ગત વર્ષે AI ટેકનોલોજીથી વાવેતર કરાયેલી શેરડીની લણણી અને પાકની ગુણવત્તાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. સેન્સર્સ અને ડેટા એનાલિટિક્સ દ્વારા જમીનમાં ભેજ, પોષક તત્વો અને પાણીના સચોટ વ્યવસ્થાપનને કારણે અહીં પ્રતિ એકર 120 ટન જેટલું વિક્રમી ઉત્પાદન મળ્યું છે, જે અગાઉની સરેરાશ કરતા બમણું છે.
જાહેરાત













