Video: તાપમાન ગગડતા સ્થાનિકો વહેલી હિમવર્ષા માટે પ્રાર્થના

જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગર સહિત સમગ્ર કાશ્મીર ખીણમાં લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાતા શીતલહેરનું જોર તીવ્ર બન્યું છે. રાત્રિના સમયે પારો શૂન્ય ડિગ્રીથી નીચે પહોંચી જતા ઠેર-ઠેર કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને સવારના સમયે ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળે છે. સૂકી ઠંડી અને ઠંડા પવનોને કારણે સામાન્ય જનજીવન પર અસર પડી રહી છે, ત્યારે સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ હવે વહેલી હિમવર્ષા થાય તેવી આશા સાથે પ્રાર્થના કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ખીણ વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ હજુ વધુ વધવાની શક્યતા છે.
જાહેરાત














