Video: બાહુબલી નેતા અનંત સિંહની દીકરીના લગ્ન જોઈ લોકો બોલ્યા..શાહી હો તો ઐસી.

-
- બિહારના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહની નાની દીકરી શિવાંગી સિંહના લગ્નએ દેશભરમાં ચર્ચા જગાવી છે. 25 નવેમ્બરે આ લગ્ન થયા અને તે પહેલા જ હલ્દી અને તિલક સમારોહના વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. લગ્નની તૈયારીઓનો વ્યાપ જોઈને લોકો દંગ રહી ગયા છે. અનંત સિંહના પૈતૃક ગામ પટના જિલ્લાના લદવાં ખાતે આ ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.તિલક સમારોહમાં અનંત સિંહે પોતાના થનારા જમાઈને અંદાજે ૩ કરોડ રૂપિયાની કિંમતની સફેદ રંગની લેન્ડ રોવર ડિફેન્ડર કાર ભેટમાં આપી સૌને ચોંકાવી દીધા છે. આ પ્રસંગને વધુ ખાસ બનાવવા માટે અહીં ઘોડાદોડ સ્પર્ધા પણ રાખવામાં આવી છે, અને સૌથી મોટી વાત એ છે કે આ ઘોડાદોડના વિજેતાને ઈનામમાં નવી મહિન્દ્રાની થાર કાર આપવામાં આવી હતી..આ લગ્નમાં મહેમાનોની સંખ્યા અને ભોજનની વ્યવસ્થા પણ ચર્ચાનો વિષય બની છે. અહેવાલો મુજબ, લગ્નમાં અંદાજે ૫ લાખ મહેમાનો ઉમટી પડયા હતા. આટલા વિશાળ જનમેદની માટે ૧૫૦ પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી.. અને સેંકડો કારીગરોએ રાત-દિવસ એક કરીને મીઠાઈઓ બનાવી હતી. લગ્નના આમંત્રણને લઈને પણ અનંત સિંહનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે. તેમણે જેમને લગ્નની કંકોત્રી નથી મળી તેમને પણ ખુલ્લું આમંત્રણ આપ્યું છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આમંત્રણ માત્ર બિહાર પૂરતું મર્યાદિત છે, ત્યારે તેમણે કહ્યું હતું કે, 'હિન્દુસ્તાન, પાકિસ્તાન બધા માટે દરવાજા ખુલ્લા છે, કોઈ સિનેમા થોડી છે કે ટિકિટ લાગશે.' એટલે કે લગ્નમાં આવવા માટે કાર્ડની કોઈ પાબંદી નથી.કરોડોની લક્ઝરી કાર, ઈનામમાં થાર, ૧૫૦ પ્રકારના પકવાન અને ૫ લાખ મહેમાનોની મહેમાનગતિ. આ તમામ ભવ્ય આયોજનોને કારણે અનંત સિંહની દીકરીના આ લગ્ન સમગ્ર બિહાર અને સોશિયલ મીડિયામાં ટોક ઓફ ધ ટાઉન બન્યા છે.
જાહેરાત






