અમદાવાદમાં રોંગ સાઇડ વાહન ચલાવ્યા તો હવે ગયા સમજો, 2 દિવસમાં જ 370 લોકો સામે નોંધાઇ ફરિયાદ
અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઇડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં બ

અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઇડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં બે દિવસમાં જ 370 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદ પોલીસ દ્વારા રોંગ સાઇડમાં વાહન ચલાવતા વાહન ચાલકોના વાહન જપ્ત કરીને ફરિયાદ નોંધવામાં આવી રહી છે.
અમદાવાદમાં 370 લોકો સામે નોંધાઇ ફરિયાદ
અમદાવાદમાં રોંગ સાઇડમાં વાહન ચલાવતા લોકો સામે બીજા દિવસે 210 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા પ્રથમ દિવસે 160 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતને રોકવા માટે રોંગ સાઇડમાં વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરીને ફરિયાદ નોંધવામાં આવી રહી છે.
અમદાવાદ ટ્રાફિક પોલીસે રોંગ સાઇડમાં વાહન ચલાવનારા લોકોની અટકાયત કરીને તમામ સામે IPC 184 અને મોટર વિહિકલ એક્ટ 279 અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે. ભય જનક રીતે રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
30 જૂન સુધી ચાલશે ટ્રાફિક ડ્રાઇવ
અમદાવાદમાં રોંગસાઇડ જતા વાહનોને કારણે અનેક ગંભીર અકસ્માત સર્જાતા હોય છે. જે અનુસંધાનમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 22મી જુનથી 30 જુન દરમિયાન વિશેષ ડ્રાઇવ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં વાહનચાલક સામે IPCની કલમ 279 અને મોટર વ્હીકલ એક્ટની કલમ 184 હેઠળ ફરિયાદ નોંધવાની સુચના પણ આપવામાં આવી હતી.








