મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad: વસ્ત્રાપુરમાં ફ્રૂટના હોલસેલ વેપારીના અપહરણ કેસમાં આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ફ્રૂટના હોલસેલ વેપારી વસીમ સબ્બીર મુઘલનું ગત 2

Ahmedabad: વસ્ત્રાપુરમાં ફ્રૂટના હોલસેલ વેપારીના અપહરણ કેસમાં આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ફ્રૂટના હોલસેલ વેપારી વસીમ સબ્બીર મુઘલનું ગત 26 ફેબ્રુઆરીના રોજ અપહરણ થયું હતું. આ ઘટનામાં વસ્ત્રાપુર પોલીસે એક કરોડ રૂપિયાની ખંડણી માગનાર આરોપી સમીર ઉર્ફે ડીજે સૈયદની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને વધુ તપાસ માટે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યો, જ્યાંથી તેને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે.

હનીટ્રેપ માટે પ્રેમિકા કીટુનો ઉપયોગ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સમીરે અપહરણ અને ખંડણીની માગણી માટે હનીટ્રેપની યુક્તિ અપનાવી હતી. જેના માટે તેણે પોતાની પ્રેમિકા કીટુનો ઉપયોગ કરી વસીમ સબ્બીરને જાળમાં ફસાવ્યો હતો. વસ્ત્રાપુર પોલીસે આરોપીની વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂઆત કરી હતી કે અને કીટુ સહિત અન્ય સાગરીતોને પકડવા માટે રિમાન્ડની જરૂર છે. ગ્રામ્ય કોર્ટે આરોપી સમીરને ચાર દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં ઝડપી કાર્યવાહી કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે.

આ સમાચાર શેર કરો