મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: નારણપુરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્ર પાસે ખંડણી માંગનાર આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી

અમદાવાદના નારણપુરામાં પૂર્વ કોર્પોરેટરના પુ

Ahmedabad news: નારણપુરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્ર પાસે ખંડણી માંગનાર આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી

અમદાવાદના  નારણપુરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્ર પાસે ખંડણી કેસમાં કુખ્યાત આરોપીએ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. તો બીજી તરફ ધરપકડ કરાયેલ આરોપીના મેટ્રો કોર્ટે જામીન નામંજુર કર્યા છે.

કોર્ટે આરોપીના જામીન ના મંજૂર કર્યા

આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. તો બીજી તરફ આરોપીએ જામીન અરજીમાં ખોટી રીતે સંડોવ્યો છે અને કોઈ જ રૂપિયાની માંગ કરી નહોતી તેવી અરજી દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે  મોહન દેસાઈએ પૂર્વ કોર્પોરેટર નીતિન પટેલના પુત્ર રવિરાજને ધમકી આપી હતી, ધમકી આપ્યા બાદ 5 લાખની ખંડણી પણ માંગી હતી. આરોપી મોહન દેસાઈ વિરુદ્ધ શહેરના ત્રણ પોલીસ સ્ટેશનમાં વિવિધ મામલે ગુનાઓ નોંધવામાં આવ્યા છે. 

આ સમાચાર શેર કરો