મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: પોલીસ વિભાગમાં ખાલી પદ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી, PSIનું ફાઈનલ સિલેક્શન જાણો ક્યારે થશે જાહેર

ગુજરાત પોલીસ વિભાગમાં ખાલી પદ મામલે શુક્રવારે (25 જુલાઈ) હાઈ

Ahmedabad news: પોલીસ વિભાગમાં ખાલી પદ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી, PSIનું ફાઈનલ સિલેક્શન જાણો ક્યારે થશે જાહેર

ગુજરાત પોલીસ વિભાગમાં ખાલી પદ મામલે શુક્રવારે (25 જુલાઈ) હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન રાજ્ય સરકારે પોતાનો પક્ષ મૂકતા કહ્યું કે, PSI માટે ચાલી રહેલી ભરતી પ્રક્રિયાનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં જાહેર કરાશે. જોકે, હાઈકોર્ટે સરકારને ભરતી કેલેન્ડર અંગે વધુ એક વખત ટકોર કરતા કહ્યું કે, વાર્ષિક ભરતી કેલેન્ડર તૈયાર કરવાથી ભરતીમાં ઉમેદવારોની સંખ્યામાં પણ ઘટાડો થશે. જાન્યુઆરીથી જૂન સુધી પ્રમોશનલ પોસ્ટ અને જુલાઈથી સપ્ટેમ્બર સુધી સીધી ભરતી માટે કેલેન્ડર તૈયાર થઈ શકે છે. આ સિવાય હાઇકોર્ટે વધુમાં કહ્યું કે, PSIની ચાલી રહેલી ભરતી પ્રક્રિયાનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ ઓક્ટોબરથી નવેમ્બર સુધીમાં જાહેર કરવામાં આવે. 

સરકારે શું કહ્યું? 

જોકે, આ મામલે સરકારે કોર્ટમાં કહ્યું કે 7725 પૈકી 6589 પ્રમોશનલ પોસ્ટ પર એક વર્ષમાં ભરતી પૂર્ણ કરાઈ છે અને હાલ 1136 પોસ્ટ ખાલી છે. 26 જૂને 3300થી વધુ મોડ 2 PSI આ માટે જાહેરાત આપવામાં આવી છે.

હાઇકોર્ટની સરકારને ટકોર

આ મામલે ચીફ જસ્ટિસે ફરી વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવવા અંગે ટકોર કરી હતી. આ સિવાય પ્રમોશનલ પોસ્ટ અંગે પોલીસ બોર્ડને જ નિર્ણય લેવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. આ મામલે વધુ સુનાવણી 10 ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે.

આ સમાચાર શેર કરો