મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

 6થી 34 વર્ષના ગુન્હાને ગણતરીના સમયમાં જ ઉકેલ્યા, અમદાવાદના પોલીસ કર્મીને રાષ્ટ્રપતિએ આપ્યું ખાસ સમ્માન

દેશભરમાં 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વતંત્રતા દિવ

 6થી 34 વર્ષના ગુન્હાને ગણતરીના સમયમાં જ ઉકેલ્યા, અમદાવાદના પોલીસ કર્મીને રાષ્ટ્રપતિએ આપ્યું ખાસ સમ્માન

દેશભરમાં 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વતંત્રતા દિવસના પ્રસંગે ગુજરાત રાજ્ય પોલીસ દળના કૂલ 21 પોલીસ અધિકારીઓ/ કર્મચારીઓને રાષ્ટ્રપતિ દ્વારા સમ્મનિત કરવામાં આવ્યા છે. આ પોલીસ કર્મચારીઓમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કિશોરસિંહ સેતાનસિંહ સિસોદિયાને પણ સમ્માનિત કરવામાં આવ્યા છે.

અમદાવાદ પોલીસે પણ કર્યા સમ્માનિત


સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલ ધુલેટા ગામના વતની અને 1998માં પોલીસ ખાતામાં ભરતી થયેલા કિશોરસિંહ સેતાનસિંહ સિસોદીયાને રાષ્ટ્રપતિ દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા છે.

1998માં પોલીસ ખાતામાં ભરતી થયા બાદ કિશોરસિંહ સેતાનસિંહ સિસોદીયાએ અમદાવાદમાં વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી છે તથા વર્ષ 2018માં મોડ-2 P.S.I તરીકે જોડાયેલ જેમાં વિવિધ પ્રકારના મર્ડર, ધાડ, લુંટ, એન.ડી.પી.એસ વગેરે મળી એક વર્ષના સમયગાળામાં 101 જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા હતા. તે બાદ અમદાવાદ શહેર ખાતે વર્ષ 2022માં બદલી થતા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવેલ છે જેમાં ક્રાઇમ બ્રાન્ચની ફરજ દરમિયાન પ્રશંસનીય કામગીરી કરી હતી.6થી 34 વર્ષ સુધીના અનેક જટીલમાં જટીલ ગુન્હાઓ તપાસી આરોપીઓની ધરપકડ માટે તેમને સમ્માનિત કરવામાં આવ્યા હતા.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં બિન હથિયારી પોલીસ સબ ઇંસ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કિશોરસિંહ સેતાનસિંહ સિસોદીયાને અમદાવાદ પોલીસ દ્વારા પણ સમ્માનિત કરવામાં આવ્યા છે.

અમદાવાદ પોલીસ દ્વારા પોલીસ સેવાની કારકિર્દી દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશનમાં તથા ક્રાઇમ બ્રાન્ચમાં સંખ્યાબંધ ગુન્હાઓ શોધવાની કરેલી મહત્ત્વની કામગીરી બદલ POLICE MEDAL FOR MERITORIOUS SERVICE: INDEPENDENCE DAY-2024 એનાયત કરવામાં આવતા શુભેચ્છા સાથે પ્રશંસાપત્ર પણ પાઠવવામાં આવ્યો હતો.

આ ગુન્હાઓની તપાસને કારણે મળ્યું સમ્માન

  • રાજસ્થાન રાજ્યના કોટા જિલ્લાના અનંતપુરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 6 વર્ષથી વોન્ટેડ આરોપી અમિત ઉર્ફ દાદુ પરેશભાઇ પટેલને નિકોલ અમદાવાદથી ઝડપી પાડ્યો હતો.
  • અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં છેલ્લા 11 વર્ષથી ભીમસીંગ ઉર્ફે થાનસીંગ ખંડુ પાટીલને જલગાંવ, મહારાષ્ટ્રના એક ગામમાંથી પકડી પાડ્યો હતો.
  • નર્મદા જીલ્લાના રાજપીપળા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 6 વર્ષથી વોન્ટેડ આરોપી નરેન્દ્રકુમાર ગોરધનભાઇ લોદરીયા (જૈન)ને વડોદરાથી પકડી પાડ્યો હતો.
  • પોરબંદરના કુતીયાણા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 20 વર્ષથી વોન્ટેડ આરોપી પાંચારામ માંગીલાલજી સોલંકી (બાવરી) બ્યાવરના એક ગામમાંથી પકડી પાડ્યો હતો.
  • દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 20 વર્ષથી વોન્ટેડ આરોપી વેનારામ ઉર્ફે વિનોદ વરદારામ મેઘવાલ (મારવાડી)ને પાલી, રાજસ્થાનથી પકડ્યો હતો.
  • રામોલ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 12 વર્ષથી વોન્ટેડ આરોપી ગુમાનસિંગ પ્રિતમસિંગ ગુર્જરને કરૌલી, રાજસ્થાનથી પકડી પાડ્યો હતો.
  • નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં છેલ્લા 24 વર્ષથી વોન્ટેડ આરોપી મોતીલાલ હરીસીંગ ઉર્ફ હંસરાજ જાદવ (વણઝારા)ને ખંડવા, મધ્ય પ્રદેશથી ઝડપી પાડ્યો હતો.
  • અમદાવાદ શહેર ખાડીયા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 20 વર્ષથી વોન્ટેડ આરોપી કમલેશ શિવદાસ સેજપાલ (ઠક્કર)ને નરોડાથી પકડી પાડ્યો હતો.
  • અમદાવાદ શહેર ઓઢવ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 34 વર્ષથી વોન્ટેડ આરોપી બાબુલાલ ધનાભાઇ વણઝારા, દેવા ઉર્ફ દેવીલાલ મેઘાજી વણઝારાને ડુંગરપુર, રાજસ્થાનથી પકડી પાડ્યા હતા.

આ સમાચાર શેર કરો