મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોટા સમાચાર: પોલીસ કમિશનરે શાહીબાગ ઘોડા કેમ્પના PIને કર્યા સસ્પેન્ડ, જાણો શું છે મામલો

અમદાવાદ પોલીસ કમિશનરે શાહીબાગ ઘોડા કેમ્પના પોલીસ ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કર્યા છે. પીઆઈની બે

મોટા સમાચાર: પોલીસ કમિશનરે શાહીબાગ ઘોડા કેમ્પના PIને કર્યા સસ્પેન્ડ, જાણો શું છે મામલો

અમદાવાદ પોલીસ કમિશનરે શાહીબાગ ઘોડા કેમ્પના પોલીસ ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કર્યા છે. પીઆઈની બેદરકારીના કારણે ઘોડાના મોત થયા હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. તપાસમાં બેદરકારી છતી થતા પીઆઈએ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

ઘોડા કેમ્પમાં 8 ઘોડાના થયા હતા મોત

શાહીબાગ ઘોડા કેમ્પમાં રાખવામાં આવેલા ઘોડા પૈકી વર્ષ 2023થી અત્યાર સુધીમાં 8 ઘોડાના મોત થયા છે. ઘોડાના આ પ્રકારે મોત થતાં પોલીસ કમિશનર જી.એસ. મલિકે મુલાકાત લીઘી હતી. પોલીસ કમિશનરે આ અંગે તપાસ કરવા માટે ઝોન 6 ડીસીપી રવિ મોહક સૈનીને આદેશ આપ્યો હતો. ત્યારે DCP રવી મોહન સૈનીએ તપાસ બાદ રિપોર્ટ પોલીસ કમિશનરને સોંપ્યો હતો. જેમાં પીઆઈની બેરદકારી હોવાનું સામે આવતા પોલીસ ઈન્સપેક્ટર એમ. એસ. બારોટ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તપાસમાં ઘોડા કેમ્પમાં રાખવામાં આવતા ઘોડાઓને આપવામાં આવતો ઘાસચારો અયોગ્ય અને પાણીમાં લીલ હતી. ડોક્ટરની ટીમ દ્વારા અન્ય ઘોડાની પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં 28 ઘોડાને ઇન્ફેક્શન થયું હતું. જોકે, આ ઘોડાને  સારવાર આપવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો