મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં PCBની મોટી કાર્યવાહી, વટવા-નિકોલ-રાણીપમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, 8ની ધરપકડ

AHMEDABAD : અમદાવાદ પોલીસની પ્રિવેંશન ઓફ ક્રાઇમ બ્રાન્ચે વટવા, નિકોલ અને રાણીપમા

અમદાવાદમાં PCBની મોટી કાર્યવાહી, વટવા-નિકોલ-રાણીપમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, 8ની ધરપકડ

AHMEDABAD : અમદાવાદ પોલીસની પ્રિવેંશન ઓફ ક્રાઇમ બ્રાન્ચે વટવા, નિકોલ અને રાણીપમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે, જેમાં કુલ 8 લોકોની મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. 

વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂની 869 બોટલો સાથે 6ની ધરપકડ

વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજસ્થાનના ઉદયપુરથી વિદેશી દારૂની 869 બોટલોની ડિલિવરી આપવા આવેલા સહિત 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં બે આરોપીઓ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના તેજ ચાર આરોપીઓ અમદાવાદ શહેરના છે, તેમજ એક ઉદયપુર રહેતો આરોપી નાસી છૂટ્યો છે. પોલીસે બે કાર અને વિદેશી દારૂના જથ્થા સાથે 15 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પકડાયેલા આરોપીઓઓ : 

  • ઓનાડસિંગ હિમ્મતસિંગ રાજપુત -  ગામ ચરમર. તા.કુરાબડ,   ઉદયપુર રાજસ્થાન
  • સોહનસિંગ હરસિંહ રાજપુત - ગામ-મુડવાસ કૈલાસપુરી તા. બડગામ,  ઉદયપુર રાજસ્થાન
  • અમર ઉર્ફે લલ્લુ સ/ઓ અશોકકુમાર પંજવાણી-  કુબેરનગર સરદારનગર, અમદાવાદ
  • મનીષ ગીરધારીલાલ ગોપલાણી -  કુબેરનગર, સરદારનગર, અમદાવાદ
  • સંજય સુન્દરદાસ બસંતાણી -કુબેરનગર, સરદારનગર, અમદાવાદ 
  • નિરજ ઉર્ફે ચપ્પલ સ/ઓ કિશોરભાઇ કરમચંદાણી -  સરદારનગર અમદાવાદ

ફરાર આરોપીઓ : 

  • ભવરસીંગ - ખેરવાડા,  ઉદયપુર, રાજસ્થાન 
  • શૈલેષ ઇંદ્રમાલ જૈન  - ડુંગરપુર, રાજસ્થાન 

રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી  વિદેશી દારૂની 139 બોટલ સાથે એકની ધરપકડ 

શહેરના સુભાષબ્રિજ પાસે કેશવનગરમાં સતલજ સોસાયટી બ્લોક નંબર B/6/3માં રહેતા આરોપી કરણ ઉર્ફે કાંચો રણજીતસિંહ દરબારના ઘરના ધાબા પરથી PCBએ  વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયરના ટીન મળી કુલ નંગ 139 તથા મોબાઈલ ફોન અને રોકડ સહિત આરોપી પાસેથી રૂ.32,885નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં બોપલ તથા રાણીપમાં રહેતો અંકિત પરમાર નામનો આરોપી ફરાર થયો છે. 

નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂની 61 બોટલ સાથે એક આરોપીની ધરપકડ 

નિકોલમાં આવેલી  મહેશ્વરી સોસાયટીમાં મકાન નં-1માંથી PCBએ   વિદેશી દારુની નાની મોટી બોટલ તથા બિયરના ટીન મળી કુલ નંગ 61 બોટલ, મોબાઈલ ફોન અને રોકડ સહિત રૂ.21,350માં  મુદ્દામાલ સાથે આરોપી સુરેશ સિંહ ઉર્ફે કેન્સર, રામવીર સિંઘ ભદોરીયાની ધરપકડ કરી છે. આ કેસમાં નરોડાનો સુનિલ ખટીક ઉર્ફે બડા કચોરી નામનો આરોપી ફરાર થયો છે. 

આ સમાચાર શેર કરો