મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad News: JEE Main 2026 પરીક્ષાને લઈ પોલીસનું જાહેરનામું, કેન્દ્રોની આસપાસ 100 મીટરમાં ‘નો એન્ટ્રી’

એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટેની JEE Main

Ahmedabad News: JEE Main 2026 પરીક્ષાને લઈ પોલીસનું જાહેરનામું, કેન્દ્રોની આસપાસ 100 મીટરમાં ‘નો એન્ટ્રી’

એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટેની JEE Main 2026 પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 21મી જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી આ પરીક્ષાના સંચાલન માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ખાસ પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે.

પરીક્ષાનું સંપૂર્ણ ટાઈમ ટેબલ અને શિફ્ટ

JEE 2026 પરીક્ષા બે તબક્કામાં યોજાશે. 

• પરીક્ષાની તારીખ: 21, 22, 23, 24, 28 અને 29મી જાન્યુઆરી 2026.

• પ્રથમ શિફ્ટ: સવારે 9:00થી બપોરે 12:00 કલાક સુધી.

• બીજી શિફ્ટ: બપોરે 3:00થી સાંજે 6:00 કલાક સુધી.

• 29મી જાન્યુઆરીના રોજ પેપર-2 માટે સવારની શિફ્ટનો સમય 9:00થી 12:30 સુધીનો રહેશે.

આ સમાચાર શેર કરો