મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અરવલ્લીની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, 4ના મોત- 16 ઈજાગ્રસ્ત

રાજસ્થાનના જોધપુરમાં ગુજરાત પાર્સિંગની બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં

અરવલ્લીની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, 4ના મોત- 16 ઈજાગ્રસ્ત

રાજસ્થાનના જોધપુરમાં ગુજરાત પાર્સિંગની બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા. 16 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જોધપુર-જેસલમેર નેશનલ હાઈવે-125 પર કેરુ ગામમાં મુલાનાડા રોયલ્ટી નાકા પાસે બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. 

બસમાં સવાર તમામ લોકો ગુજરાતના અરવલ્લી જિલ્લાના રમાણા રૂપણ ગામના રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જેઓ રામદેવરા (જેસલમેર)માં બાબા રામદેવના દર્શન કરીને ગુજરાત પરત ફરતા હતા ત્યારે સાંજે 4:30 કલાકની આસપાસ અકસ્માત મળ્યો છે. બસમાં કુલ 20 લોકો હતા. જેમાં ચાર લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. જ્યારે 16 ઈજાગ્રસ્તોને મથુરાદાસ માથુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો