મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AHMEDABAD : બુટલેગરોની ધમાલમાં PCR વાનની બેદરકારી મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ASI સસ્પેન્ડ

Ahmedabad News : અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં બુટલેગર અને તેના સાગરીતો દ્વારા પોલીસની હાજરીમા

AHMEDABAD : બુટલેગરોની ધમાલમાં PCR વાનની બેદરકારી મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ASI સસ્પેન્ડ

Ahmedabad News : અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં બુટલેગર અને તેના સાગરીતો દ્વારા પોલીસની હાજરીમાં તોડફોડ કરવાના મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ASIને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. 

કૃષ્ણનગરમાં બુટલેગરોની ધમાલ કરી વાહનોમાં તોડોફોફ કરી રહ્યાં હતા. એ દરમિયાન  કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની PCR વાન પેટ્રોલિંગમાં ત્યાંથી પસાર થઈ રહી હતી. બુટલગરોને તડફોડ કરતા જોવા છતાં PCR ત્યાં ઉભી રહી ન હતી અને આગળ ચાલી ગઈ હતી. 

આ મામલે GSTVએ ઘટનાના CCTV વીડિયો સાથે સમાચાર અને અહેવાલ પ્રસારિત કર્યા હતા. ઘટનામાં શહેર પોલીસ કમિશ્નરે તપાસના આદેશ પણ આપ્યા હતા. ત્યારબાદ આજે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની PCR વાન પેટ્રોલિંગમાં રહેલા ASI ડાહ્યાભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ સમગ્ર ઘટનામાં પોલીસે આ 7 અસામાજિક તત્ત્વોની પણ આટકાયત કરી છે : 

  • અજીતસિંહ રાઠોડ
  • કુલદિપ શર્મા
  • વિશાલ સોલંકી
  • સિદ્ધરાજ સોલંકી
  • ધનશ્યામ રાઠોડ
  • બ્રિજેશ પટેલ
  • રોશન સકસેના 

આ ઘટનામાં કુખ્યાત ધમા બારડ ફરાર છે,  જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. 

આ સમાચાર શેર કરો