મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: સરસપુર સિવિકમાં કામ કરતા ત્રણ કર્મચારીઓને ACBએ દબોચ્યા, આધાર કાર્ડ કઢાવવા માટે લીધા 32 હજાર રૂપિયા

અમદાવાદમાં જનસેવા કેન્દ્રમાં જ ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. જનસેવા કેન્દ્રમાં બા

Ahmedabad news: સરસપુર સિવિકમાં કામ કરતા ત્રણ કર્મચારીઓને ACBએ દબોચ્યા, આધાર કાર્ડ કઢાવવા માટે લીધા 32 હજાર રૂપિયા

અમદાવાદમાં જનસેવા કેન્દ્રમાં જ ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. જનસેવા કેન્દ્રમાં બાતમીના આધારે  ACBના દરોડા પડ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના સરસપુર સિવિક સેન્ટરના પ્યુન અને રાજપુર UHCના કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા.

આધારકાર્ડ માટે પહેલા 25 હજાર પછી વધુ 7 હજારની માંગ કરી

આધારકાર્ડ માટે પહેલા 25 હજાર પછી વધુ 7 હજારની માંગ કરી હતી. તો બીજી તરફ ફરિયાદીએ સમગ્ર મામલે ACBનો સંપર્ક સાધ્યો હતો. સરસપુર સિવિક સેન્ટરમાં ACBએ છટકું ગોઠવીને આરોપીઓને  રોકડા રૂપિયા સાથે રંગે હાથો  ઝડપી લીધા હતા. મળતા અહેવાલ પ્રમાણે સરકારી સેવાઓમાં ભ્રષ્ટાચાર સામે ACBની કડક કાર્યવાહી કરવામાં આવી છે. પૂછ પરછમાં સામે આવશે કે કર્મચારીઓએ અન્યા કોઈ સાથે રૂપિયા લીધા છે કે નહીં?

અન્ય કેટલા લોકો પાસે પૈસા પડાવ્યા છે તે દિશામાં તપાસ

ACB એ પ્યુન જય પંચોલી, કોમ્પ્યુટર ઓપરેટર ભાગ્યેશ સોલંકી અને વચેટિયા સંદીપ પ્રજાપતિની ધરપકડ કરી છે. હાલમાં આ સમગ્ર મામલે ગુનો નોંધીને લાંચિયાઓની આ ટોળકી અન્ય કેટલા લોકો પાસે પૈસા પડાવ્યા છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો