મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: અનેક યુવતીઓને ફસાવનાર નરાધમ શિક્ષકને આજીવન કેદ, CBIની સ્પેશિયલ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

ચોટીલાથી સગીરાનું અપહરણ કરીને લાંબા સમય સુધી નાસતો ફરતો લંપટ શિક્ષક ધવલ હરીશચંદ્ર ત્રિ

અમદાવાદ: અનેક યુવતીઓને ફસાવનાર નરાધમ શિક્ષકને આજીવન કેદ, CBIની સ્પેશિયલ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

ચોટીલાથી સગીરાનું અપહરણ કરીને લાંબા સમય સુધી નાસતો ફરતો લંપટ શિક્ષક ધવલ હરીશચંદ્ર ત્રિવેદીને CBIની કોર્ટના જજે જીવે ત્યાં સુધીની કેદ અને લાખોનો દંડ ફટકાર્યો છે.  કોર્ટે નોંધ્યું હતું કે આરોપી સામે ગુનો પુરવાર થયો છે. આ પ્રકારના ગુનાને હળવાશથી લઈ શકાય નહી. સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીને યોગ્ય સજા ફટકારવી ન્યાયોચિત લેખાશે. ગુજરાતભરમાં ભારે ચકચાર જગાવનાર આ કેસની વિગતો મુજબ ચોટીલાની યુવતી ગુમ થતા તેના પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી.

હાઈકોર્ટે એક તબક્કે ધવલ ત્રિવેદીને મેનિયાક ગણાવ્યો

પોલીસ દ્વારા અપહરણ થયેલ યુવતી સંદર્ભે કોઈ ભાળ નહીં મળતાં અને આરોપી લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીને પણ પોલીસ શોધી  નહીં શકતાં ગુજરાત હાઈકોર્ટે જેતે વખતે પોલીસની આકરી ટીકા કરીને સમગ્ર કેસની તપાસ CBIને સોંપી હતી. હાઈકોર્ટે એક તબક્કે ધવલ ત્રિવેદીને મેનિયાક ગણાવી CBIને આદેશ કર્યો કે ધવલ ત્રિવેદીને તાત્કાલિક ઝડપી લઈ સગીરાને કોઈપણ ભોગે બચાવો.

 ચોટાલાની સગીરાને ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું

આ પછી ચોટીલાની યુવતી બાળક સાથે પોતાના ઘરે પરત આવ્યા પછી CBIએ તેની પૂછપરછ કરી હતી. ધવલ ત્રિવેદી વિરુદ્ધના કેસનો ટ્રાયલ ચાલી જતાં CBIના ખાસ એડવોકેટ વરૂણ ત્રિવેદીએ 27 સાક્ષો અને 69 દસ્તાવેજોના આધારે આરોપીઓ સામેનો કેસ પુરવાર કરીને જણાવ્યું હતું કે આરોપીને અગાઉ રાજકોટમાં દુષ્કર્મના કેસમાં સજા ફટકારવામાં આવી હતી. જ્યાંથી આરોપી પેરોલ મેળવીને ચોટાલાની સગીરાને ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચરીને સગર્ભા બનાવી દીધી હોવાનું પુરવાર થયું છે.

2014માં ધવલ ત્રિવેદીને આજીવન કેદની સજા સંભળાવી


રાજકોટમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં પોક્સો કાયદા હેઠળ ટ્રાયલ કોર્ટે વર્ષ 2014માં ધવલ ત્રિવેદીને આજીવન કેદની સજા સંભળાવી હતી. અને આ સજામાંથી તેણે પેરોલ મળતા જેલમાંથી બહાર નીકળી ચોટીલામાં અંગ્રેજી ટ્યુશન શરૂ કર્યા હતા અને ત્યાંથી એક યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી વર્ષ ઓગષ્ટ 2018ના રોજ તેનું અપહરણ કર્યું હતું. અપહરણ કરીને તે ફરાર થઈ ગયો હતો. યુવતીના પિતાએ હાઈકોર્ટમાં હેબીયેર્સ કોપર્સમાં હાઈકોર્ટ કેસની તપાસ CBIને સોંપી હતી.

વડોદરાના ધવલે 2003માં મુંબઈની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. જોકે લગ્નજીવનના છ મહિના પછી તેની પત્નીનું નિધન થયું હતું. તે પછી એક પછી એક નવ યુવતીઓને પોતાનો શિકાર બનાવી હતી. તમામનું જીવન બરબાદ કરનાર લંપટ શિક્ષક વધુ એક યુવીતને ફસાવાવની તાકમાં હતો. ત્યારબાદ ટેન પરફેક્ટ વુમન ઈન માય લાઈફ નામનું પુસ્તક લખવાનો હતો.

આ સમાચાર શેર કરો