અમદાવાદના ખ્યાતિકાંડના આરોપી ડૉ. સંજય પટોલિયાએ આગોતરા જામીન અરજી કરી
અમદાવાદના ખ્યાતિકાંડના આરોપી સંજય પટોલિયા પોલીસથી બચવા માટે કોર્ટના શરણે ગ

અમદાવાદના ખ્યાતિકાંડના આરોપી સંજય પટોલિયા પોલીસથી બચવા માટે કોર્ટના શરણે ગયો છે. સંજય પટોલિયાએ આગોતરા જામીન અરજી કરી છે.
ખ્યાતિકાંડના આરોપીએ કરી આગોતરા જામીન અરજી
ખ્યાતિકાંડના આરોપી સંજય પટોલિયાએ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. સંજય પટોલિયા પોલીસ પકડથી દૂર છે. આગામી દિવસોમાં જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી
ખ્યાતિ હોસ્પિટલકાંડનો ગુનો નોંધાયાને 12 દિવસ જેટલો સમય પસાર થયો થઇ હોવા છતાંય,મુખ્ય આરોપીઓ અગે ક્રાઇમબ્રાંચ કે અન્ય એજન્સી કોઇ કડી મેળવી શકી નથી ત્યારે હવે મુખ્ય આરોપીઆ ચિરાગ રાજપુત,ડૉ. સંજય પટોલિયા અને રાહુલ જૈનના છેલ્લાં લોકેશનને આધારે ક્રાઇમબ્રાંચે અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં નબીરાએ સર્જયો ભયાનક અકસ્માત, ઘટનાના CCTV આવ્યા સામે
પોલીસે ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ કરી ત્યારે ચિરાગ રાજપુતનું છેલ્લું લોકેશન રાજસ્થાનમાં ઉદેપુરથી નજીક હતુ. જ્યારે ડૉ. સજંય પટોલિયાનું છેલ્લું લોકેશન રાજકોટ અને રાહુલ જૈનનું છેલ્લું લોકેશન વડોદરા નજીક હતું. પરંતુ, ત્યારબાદ તમામ ફોન સ્વીચ ઓફ થઇ ગયા હતા. જેથી આરોપીઓને પકડવા માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચે સાયબર ક્રાઇમ ઉપરાંત,રાજસ્થાન , મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર પોલીસની મદદ લઇને કામગીરી શરૂ કરી છે.






