મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: વટવામાંથી 3.60 કરોડના હાઈબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો

ગુજરાતના યુવાધનને નશામાં ધકેલવાના ષડયંત્રનો ફરીથી પર્દાફાશ થયો છે. મળતા અહેવાલ પ્રમાણે&nbs

અમદાવાદ: વટવામાંથી 3.60 કરોડના હાઈબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો

ગુજરાતના યુવાધનને નશામાં ધકેલવાના ષડયંત્રનો ફરીથી પર્દાફાશ થયો છે. મળતા અહેવાલ પ્રમાણે  રાજ્યના અમદાવાદમાંથી પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું છે.  અમદાવાદના વટવા પોલીસે  હાઈબ્રિડ ગાંજાનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે  ૩.૬૦ કરોડની કિંમતનો ૧૨ કિલો હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો હતો.

ગાંજાના જથ્થા સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરી

ગાંજાના જથ્થા સાથે પોલીસે એક શખ્સની ધરપકડ પણ કરી હતી.  પોલીસે આ મામલે  આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે નિધિ અને સાયલી નામની મહિલા સામે પણ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.

આ પણ વાંચો: મહેસાણા સહિત નવ પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે, 25મીએ સત્તાવાર જાહેરાત

બે દિવસ પહેલા અમદાવાદના એરપોર્ટ પરથી ગાંજો ઝડપાયો

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એક વાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. કસ્ટમ્સ વિભાગે રવિવારે મોડી રાત્રે થાઈલેન્ડના નાગરિક એવા પેસેન્જર પાસેથી કરોડ રૂપિયાનો ગાંજો પકડયો છે. થાઈલેન્ડના નાગરિકે ચાલાકી વાપરીને પોતાની બેગમાં વેક્યુમ પેકિંગ કરીને રાઈસ ક્રિસ્પીઝ સહિતની ફૂડ આઈટમમાં ગાંજો છૂપાવ્યો હતા.

5.50 કિલો હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો 

કસ્ટમ્સ વિભાગનાં સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, થાઈલેન્ડના પેસેન્જર પાસેથી કસ્ટમ વિભાગે 5.50 કિલો હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો તેની ઇન્ટરનેશનલ માર્કેટ વેલ્યુ પાંચ કરોડ રૂપિયા થવા જાય છે. ટોચના સૂત્રોએ જણાવ્યું કે, બેંગકોકથી અમદાવાદ આવેલી ફ્લાઈટમાં થાઈલેન્ડનો નાગરિક એવો પેસેન્જર અમદાવાદના એરપોર્ટ ઉપર આવ્યો હતો.

આ સમાચાર શેર કરો