મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમા રોડા નાંખનાર રહીશોને હાઈકોર્ટે ફટકાર્યો દંડ, કોર્ટને ગેરમાર્ગે દોરાવવાનો કર્યો પ્રયાસ

અમદાવાદના જોધપુરમાં આવેલી વિવેકાનંદ નગર સોસાયટી રિડેવલપમેન્ટના વિવાદમાં સ્

અમદાવાદ: રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમા રોડા નાંખનાર રહીશોને હાઈકોર્ટે ફટકાર્યો દંડ, કોર્ટને ગેરમાર્ગે દોરાવવાનો કર્યો પ્રયાસ

અમદાવાદના જોધપુરમાં આવેલી વિવેકાનંદ નગર સોસાયટી રિડેવલપમેન્ટના વિવાદમાં સ્થાનિક રહીશો દ્વારા કરાયેલી કન્ટેમ્પટ ઓફ કોર્ટ(અદાલતી તિરસ્કાર)ની અરજી ગુજરાત હાઈકોર્ટ આકરા વલણ સાથે ફગાવી દીધી હતી.

ગુજરાત હાઈકોર્ટ આકરા વલણ સાથે ફગાવી દીધી

 જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ ગીતા ગોપીની ખંડપીઠે અરજદારની કન્ટેમ્પટ પિટિશન રિડેવલપમેન્ટની સમગ્ર પક્રિયાને અવરોધવાના ઈરાદે દાખલ કરાઈ હોવાનું  ઠરાવી અરજદારપક્ષને ખોટી રીતે નિરથર્ક અરજી દાખલ કરીને અદાલતનો કિંમતી સમયનો દુર્વ્યય કર્યો છે.

હાઈકોર્ટનો આ ચુકાદો એટલા માટે પણ બહુ મહત્ત્વનો

હાઈકોર્ટે અરજદાર સ્થાનિક રહીશોને દંડની રૂપિયા 10 હજારની રકમ બે સપ્તાહમાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળમાં જમા કરાવવા પણ હુકમ કર્યો હતો. જો કે ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો એટલા માટે પણ બહુ મહત્તવનો છે કે, રિડેવલપેમેન્ટની પ્રક્રિયામાં બહુમતી કરતાં ઓછી સંખ્યાના જૂજ સભ્યો કે, કોઈક સભ્ય દ્વારા ખોટી રીતે અવરોધ કે રોડા નાંખવાનો પ્રયાસ કરી પ્રોજોક્ટ વિલંબિત કરાય તો આવા વિલંબ પાછળ થયેલા ખર્ચની રકમ વિરોધ કરનાર અને લીટીગેશન્સ કરનાર રહીશ પાસેથી ઉઘરાવી શકશે તેવી જોગવાઈને એક રીતે હાઈકોર્ટે બહાલી આપી હતી.

રિવ્યુની અરજી અરજદારને પાછી ખેંચવી પડી 

હાઈકોર્ટની ખંડપીઠે પણ તા 23-01-2023ના હુકમથી સીંગલ જજનો હુકમ બહાલ રાખી રિડવેલપમેન્ટની પ્રક્રિયાને લીલીઝંડી આપી હતી. તેમ છતાં માત્ર રિડવેલપમેન્ટની પ્રક્રિયા અવરોધવાના ઈરાદાથી જ અરજદારે લીટીગેશન્સ કરવાનું ચાલું રાખ્યું હતું, અને આ હુકમને રિકોલ કરવા તેમ જ પુન: સમીક્ષા માટે અરજી કરી હતી, તેમાં પણ હાઈકોર્ટે અરજદારની અરજી ફગાવી દેવાનું વલણ અપનાવતાં રિવ્યુની અરજી અરજદારને પાછી ખેંચવી પડી છે. સૌથી નોંધનીય વાત તો એ છે કે, અરજદારે સોસાયટીના MOU પર સહી જ કરી નથી અને બધા નાણાંકીય

આ સમાચાર શેર કરો