મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગ

અમદાવાદના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

અમદાવાદના વાતાવરણમાં પલટો

અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બન્ને વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. નરોડા,મેમ્કોથી લઇને એસજી હાઇવે સહિતના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લોકલ કન્વક્શન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી પ્રસાર થતી સિસ્ટમની અસરના પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ તેમજ અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં મધ્યમ વરસાદની આગાહી છે.

આ સમાચાર શેર કરો