અમદાવાદ : પાંચ ક્ષત્રિય મહિલાઓ કરશે જોહર, મહિલાઓના ઘર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
અમદાવાદમાં પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. પાંચ ક્ષત્રિય મહિલાો જ

અમદાવાદમાં પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. પાંચ ક્ષત્રિય મહિલાો જોહર કરશે. મહિલાઓના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગઈકાલે ક્ષત્રિય સમાજની મહિલાઓના વીડિયો જાહેર થયા બાદ પોલીસ દોડતી થઇ ગઇ હતી.
ગઇકાલે પાંચ મહિલાઓએ મહેંદીની રસમ કરી હતી. આજે આ મહિલાઓ અલગ અલગ મંદિરમાં દર્શન કરવા માટે જશે અને રાજપૂતાણીઓ સાધુ-સંતોના આશીર્વાદ લેશે.
પ્રજ્ઞાબા ઝાલાએ જોહર અંગે વાત કરતા કહ્યું છે કે, ‘રૂપાલા અંગે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો અમે જોહર કરીશું. અમે જોહરની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોહર પહેલા અમે છેલ્લીવાર દુલ્હનની જેમ સજી લઈએ. અમે સુહાગન છીએ એટલે અમારા હાથમાં મહેંદી લગાવાઈ રહી છે. આજે સાંજે 4 વાગ્યા બાદ જોહર કરીશું. 4 વાગ્યા પહેલા નિર્ણય થશે તો અમારે આહૂતિ આપવાની જરુર નથી. ક્ષત્રિય મહિલાઓને જ્યારે લાગે કે હાર થઈ છે, ત્યારે આ પગલું ભરતી હોય છે. રૂપાલામાં એવું શું છે કે હટાવી શકાતા નથી. અમે એકજ વારમાં રજવાડા આપી દીધા. તો અમારી તો એક માંગ છે.’
પદ્મિનીબા વાળાનું અલ્ટીમેટમ પૂર્ણ
પદ્મિનીબા વાળાનું 48 કલાકનું એલ્ટીમેટમ પૂર્ણ થયું છે. ક્ષત્રિય મહિલાઓએ કમલમ કાર્યાલય સામે જૌહરની આપેલી ધમકીના પગલે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. રૂપાલા સામેનો વિરોધ વેગ પકડી રહ્યો છે. મહિલાઓની ધીરજ ખુટી હોય તેમ તેમણે આક્રમક પગલાં ભરવાનું શરૂ કર્યું છે.








