કોરોના વેક્સીન અંગે થયેલા મોટા ખુલાસા વચ્ચે અમદાવાદ પૂર્વના સાંસદે કર્યા વેક્સીન અને વડાપ્રધાનના ભરપૂર વખાણ
Lok Sabha Election 2024 : બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્

Lok Sabha Election 2024 : બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું છે કે તેની કોવિડ-19 રસીની ખતરનાક આડઅસર થઈ શકે છે. જો કે, આ ખૂબ જ દુર્લભ કિસ્સાઓમાં જ થશે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યુટે એસ્ટ્રાઝેનેકાના જ ફોર્મ્યુલામાંથી કોવિશિલ્ડ નામની કરોના રસી બનાવી છે.
બ્રિટિશ મીડિયા ટેલિગ્રાફના અહેવાલ મુજબ, એસ્ટ્રાઝેનેકા પર તેમની રસીના કારણે ઘણા લોકોના મોતનો આરોપ છે. બીજા ઘણાને ગંભીર બીમારીઓનો સામનો કરવો પડ્યો. કંપની વિરુદ્ધ હાઈકોર્ટમાં 51 કેસ ચાલી રહ્યા છે. પીડિતોએ એસ્ટ્રાઝેનેકા પાસેથી લગભગ 1 હજાર કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે.
બ્રિટિશ હાઈકોર્ટમાં સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજોમાં, કંપનીએ સ્વીકાર્યું છે કે તેની કોરોના રસીથી થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ એટલે કે કેટલાક કિસ્સાઓમાં TTSનું કારણ બની શકે છે. આ રોગને કારણે શરીરમાં લોહી ગંઠાઇ જાય છે અને પ્લેટલેટ્સની સંખ્યા ઘટી જાય છે.
એક બાજુ લંડનમાં એસ્ટ્રાઝેનેકા કંપનીએ કોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યું અને સ્વીકાર્યું કે તેની કરોના વેક્સીનથી લોહી ગંઠાઇ જવાનું જોખમ રહે છે. ત્યારે અમદાવાદ પૂર્વના ઉમેદવાર અને પૂર્વ સાંસદ હસમુખ પટેલે નરોડા ખાતે અમિત શાહની સભમાં કોરોના વેક્સીન અને વડાપ્રધાન મોદીના ખૂબ વખાણ કર્યા.વેક્સીનને લઇ જે ખુલાસા થયા એ ભૂલીને જીતવા વેક્સીનના વખાણ કર્યા.
હસમુખ પટેલે કહ્યું કે 140 કરોડના દેસવાસીઓને કોરોનમાં હિંમત આપવાનું કામ મોદી સાશનમાં થયું. પહેલા વિદેશમાંથી વેક્સીન આવતી હતી, સ્વદેશી વેક્સીન દેશમાં બની અને લોકોને કોરોનામુક્ત કર્યા.પાડોશી દેશમાં પણ કોરોના વેક્સીન આપીને મદદ કરી. વિદેશીઓએ પણ વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો.








