મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદના કુખ્યાત ધમા બારડને કૃષ્ણનગર પોલીસે ઘૂંટણીયે લાવી દીધો, લોકોની માફી પણ માંગી

અમદાવાદના નરોડા અને કૃષ્ણનગર વિસ્તારના કુખ્યાત આરોપી ધમા બારડની ધરપકડ કરવામાં આવી છે. ગાડી

અમદાવાદના કુખ્યાત ધમા બારડને કૃષ્ણનગર પોલીસે ઘૂંટણીયે લાવી દીધો, લોકોની માફી પણ માંગી

અમદાવાદના નરોડા અને કૃષ્ણનગર વિસ્તારના કુખ્યાત આરોપી ધમા બારડની ધરપકડ કરવામાં આવી છે. ગાડીની ડીપર મારવા બાબતે ઝઘડો કરીને ધમા બારડે અન્ય એક કુખ્યાતના પુત્રનું અપહરણ કર્યું હતું. કૃષ્ણનગર તેમજ નરોડા વિસ્તારમાં આતંક મચાવનાર ધમા બારડ પોલીસ સામે હાથ જોડતો નજરે પડ્યો હતો અને પોલીસે તેને ઘૂંટણીયે લાવી દીધો હતો.

ધમા બારડની ઝોન 4 LCBએ કરી ધરપકડ

નરોડા વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંક સામે પોલીસ પણ લાચાર બની ગઇ હતી. નરોડા અને કૃષ્ણનગર વિસ્તારમાં આતંક મચાવનારા ધમા બારડ ધરપકડના ડરથી ફરાર થઇ ગયો હતો. ઝોન 4 LCBએ ગુનામાં સામેલ ધર્મેન્દ્રસિંહ ઉર્ફ ધમા બારડ નર્મદા જિલ્લામાં છુપાયો હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે ઝોન 4 LCBની ટીમ નર્મદા પહોંચી હતી અને કેવડિયા ખાતે એક હોટલમાં સંતાયેલા ધમા બારડને ઝડપી પાડ્યો હતો.

કૃષ્ણનગર પોલીસે ધમા બારડને સાથે રાખીને ઘટનાની શરૂઆતથી અંત સુધીની જગ્યાઓ પર લઇ જઇને સમગ્ર ઘટનાનું રિકસ્ટ્રક્શન કર્યું હતું. જેમાં ધમા બારડ કૃષ્ણનગર પોલીસ આગળ ઘૂંટણીયે પડ્યો હતો તેમજ સમગ્ર વિસ્તારની અંદર હાથ જોડીને માફી માંગતો પણ જોવા મળ્યો હતો. ધમા બારડે પોતાના કરેલા ગુનાની પણ લોકો સામે માફી માંગી હતી.

એક સમયે વિસ્તારમાં ધાક જમાવનારા ધમા બારડ અનેક લોકોને માર મારવા, ધમકી આપવી જેવા 22થી વધુ ગુના નોંધાયેલા છે. અમદાવાદ પોલીસ દ્વારા ધમા બારડને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો