મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ DEOનો મોટો નિર્ણય : RTEમાં ખોટી રીતે પ્રવેશ લીધેલા 140 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ્દ

અમદાવાદ શહેરમાં રાઈટ ટુ એજ્યુકેશન-RTE અંતર્ગત ધોરણ-1માં ખોટી રીતે બાળકોનો પ્રવેશ કરાવરનાર વાલીઓ સામે જિ

અમદાવાદ DEOનો મોટો નિર્ણય :  RTEમાં ખોટી રીતે પ્રવેશ લીધેલા 140 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ્દ

અમદાવાદ શહેરમાં રાઈટ ટુ એજ્યુકેશન-RTE અંતર્ગત ધોરણ-1માં ખોટી રીતે બાળકોનો પ્રવેશ કરાવરનાર વાલીઓ સામે જિલ્લા શિક્ષણાધીકારીએ મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ શહેરની વિવિધ ખાનગી શાળાઓમાં RTEમાં ખોટી રીતે પ્રવેશ લીધેલા 140 વિદ્યાર્થીઓના એડમિશન DEOએ રદ્દ કરી દીધા છે. 

ઉદગમ સ્કૂલ, કેલોરેક્સ સ્કૂલ,  ઝેબર સ્કૂલ, KN પટેલ સ્કૂલ, ગ્લોબલ ઇન્ડિયન સ્કૂલ, RP વસાણી સ્કૂલ , જન્ટ્સ જીનીસિસ સ્કૂલના RTEના આવા એડમિશન રદ્દ કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ ઉદગમ સ્કૂલ, કેલોરેક્સ સ્કૂલના એડમિશન રદ્દ કરાયા છે. 

વધુ આવક હોવા છતાં ઓછી આવક દેખાડી, ખોટા દસ્તાવેજો રજૂ કરીને વાલીઓએ પોતાના બાળકોનું RTE અંતર્ગત એડમિશન કરાવ્યાં હતા.  

રાઈટ ટુ એજ્યુકેશન: દરેક બાળકને મફત શિક્ષણનો અધિકાર

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત દરેક બાળકને શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. આ કાયદા અંતર્ગત દરેક બાળકને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે. ભારત સરકારે આ અધિકારને બંધારણમાં સામેલ કરીને દેશના દરેક બાળકને સારું ભવિષ્ય આપવાનો પ્રયાસ કર્યો છે.

રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત 6 થી 14 વર્ષની ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે, જે માટે સામાન્ય તેમજ દિવ્યાંગ બાળકને તેની નજીકની શાળામાં ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવે છે. આ બાળક પાછળ થતો ખર્ચ સરકાર આપે છે. 

આ સમાચાર શેર કરો