મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad/ દાણીલીમડાના દુષ્કર્મના આરોપીએ પોલીસ પર કર્યો જીવલેણ હુમલો

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં દિવ્યાંગ યુવતી સાથે થયેલા બળાત્કારના ગંભીર કેસમાં ધરપકડ કરાયેલા આરોપ

Ahmedabad/ દાણીલીમડાના દુષ્કર્મના આરોપીએ પોલીસ પર કર્યો જીવલેણ હુમલો

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં દિવ્યાંગ યુવતી સાથે થયેલા બળાત્કારના ગંભીર કેસમાં ધરપકડ કરાયેલા આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાયેલા આ આરોપીને ઘટનાસ્થળના રી-કન્સ્ટ્રક્શન અને પંચનામા માટે લઈ જવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન તેણે આ હિંમતભર્યો પ્રયાસ કર્યો હતો.

હથિયાર છીનવીને ભાગવાનો પ્રયાસ

ક્રાઇમ બ્રાન્ચે દુષ્કર્મ કેસના આરોપી મોઇનુદ્દીનની ધરપકડ કરી હતી. આરોપી મોઇનુદ્દીનને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઘટના સ્થળે પંચનામા માટે લઈ જવામાં આવી રહ્યો હતો. આ સમય દરમિયાન આરોપીએ અચાનક પોલીસ પર હુમલો કરી દીધો. તેણે પોલીસ સાથે ઘર્ષણ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ તોફાન મચાવીને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ઇમરાન ઘાસુરાની બંદૂક છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો.

PI ઘાસુરાનું ફાયરિંગ: આરોપીના પગમાં ગોળી

આરોપીના હિંસક વલણ અને હથિયાર છીનવી ભાગવાના પ્રયાસને જોતા, પીઆઈ ઇમરાન ઘાસુરાએ સ્વબચાવ અને કાયદાના અમલ માટે તાત્કાલિક પગલું ભર્યું હતું. પીઆઈએ આરોપી મોઇનુદ્દીન પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જે તેના પગમાં વાગ્યું હતું. આરોપી મોઇનુદ્દીનને ગોળી વાગતા તે નીચે પટકાયો હતો.

આ ઘર્ષણ અને ઝપાઝપીમાં ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ રાઠોડને પણ ઈજાઓ પહોંચી હતી.

ગોળી વાગેલા આરોપી અને ઈજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ રાઠોડ, બંનેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે હવે દુષ્કર્મ ઉપરાંત પોલીસ પર હુમલો અને કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરવા બદલ આરોપી મોઇનુદ્દીન વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો