મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AHMEDABAD : વર્ષ 2015માં થયેલી હત્યાના આરોપીની ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીથી ધરપકડ કરી

Ahmedabad crime branch arrested accused in the 2015 murder from Delhi | અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં વર્ષ 2015માં થયેલ હત્યા કેસના ફરાર એક આરોપીની ક્

AHMEDABAD : વર્ષ 2015માં થયેલી હત્યાના આરોપીની  ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીથી ધરપકડ કરી

અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં વર્ષ 2015માં થયેલ હત્યા કેસના ફરાર એક આરોપીની ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીથી ધરપકડ કરી છે. આરોપી મંજર આલમ હત્યા કર્યા બાદ દિલ્હી ખાતે બેલ્ટ વેચવાનું કામ કરતો હતો. મળતી માહિતી પ્રમાણે મરનાર નસરીનબાનુ અને ફરિયાદી અખ્તર આલમ ક્યાં રહે છે તેની માહિતી આરોપીએ આપી હતી. 

ઘટનાની વાત કરીએ તો આ ગુનામાં કુલ 5 આરોપીઓ હતા અને જેમાં 2 આરોપીઓ અગાઉ પકડાઈ ચૂક્યા છે. ઘટનામાં નસરીનબાનુ પોતાના માતાપિતાની એક જ સંતાન હતી અને તેની પાસે 20 વીઘા જમીન હતી. 

નસરીનના પિતા તેના લગ્ન તેના પિતરાઈ સાથે કરાવવા માંગતા હતા. પરંતુ નસરીનને ગામના જ અખ્તર સાથે પ્રેમ હોવાથી બન્ને લગ્ન કરી અમદાવાદ આવી ગયા હતા. 

નસરીનના બધા પિતરાઈઓ નસરીનની 20 વીઘા જમીન સહિતની   પ્રોપર્ટી પચાવી પાડવાના ઉદ્દેશ્યથી અમદાવાદ આવીને તેની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. હાલ પણ બે આરોપીઓ ફરાર હોવાનું  સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો